50-30-20 Rule: ઘણા લોકો રોકાણ યોજના, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય સ્કીમ વિશે વાંચે છે, પણ મહિને પગાર પૂરો થાય તે પહેલાં જ ખૂટે છે. જ્યારે બચત જ ન થાય, ત્યારે રોકાણ કેવી રીતે કરવું? હકીકતમાં પૈસા બચાવવું એટલું મુશ્કેલ નથી, માત્ર યોગ્ય પ્લાનિંગ જરૂરી છે.
તમારે તમારા પગારને એવી રીતે વહેંચવાનો છે કે ઘરખર્ચ પણ પૂરો થાય, શોખ પણ પુરા થાય અને સાથે સારી બચત પણ થાય. આ માટે સૌથી ઉપયોગી છે 50-30-20 રૂલ.
50-30-20 રૂલ શું છે ?
આ નિયમ મુજબ તમારે તમારા માસિક પગારને ત્રણ ભાગમાં વહેંચવો પડે છે:
- 50% – જરૂરી ખર્ચ માટે
જેમ કે ઘરખર્ચ, ભાડું, EMI, વીજળી-પાણીના બિલ વગેરે. - 30% – શોખ માટે
જેમ કે ફિલ્મ જોવી, પ્રવાસ કરવો, નવું ગેજેટ ખરીદવું કે અન્ય પર્સનલ પસંદગીના ખર્ચ. - 20% – બચત માટે
પૈસાનું ભવિષ્ય માટેનું સાચું રોકાણ. અહીં તમે પૈસા સુરક્ષિત પ્લેટફોર્મ (FD, RD) અને થોડા જોખમી પણ વધુ રિટર્ન આપતા પ્લેટફોર્મ (મ્યુચ્યુઅલ ફંડ, SIP)માં વહેંચી શકો.
ઉદાહરણથી સમજો
માનો કે તમારો માસિક પગાર ₹30,000 છે:
- 50% = ₹15,000 ઘરખર્ચ માટે
- 30% = ₹9,000 શોખ અથવા વ્યક્તિગત જરૂરિયાતો માટે
- 20% = ₹6,000 બચત માટે
બચતનો પૈસો તમે બે ભાગમાં વહેંચી શકો છો – જેમ કે ₹3,000 FDમાં અને ₹3,000 SIP/મ્યુચ્યુઅલ ફંડમાં.
શા માટે મહત્વનું છે?
- તમારી ફાઇનાન્સિયલ ડિસીપ્લિન બને છે
- અચાનક જરૂરિયાત વખતે પૈસા હાથમાં રહે
- ભવિષ્ય માટે રોકાણની પાયા મજબૂત બને
Read more-પોસ્ટ ઓફિસ સ્કીમ: એક વખત રોકાણ કરો અને દર મહિને મેળવો ₹5,550 પેન્શન જેવી આવક