8th Pay Commission Latest News: ભારતમાં જ્યારે પણ નવો પગાર પંચ (Pay Commission) અમલમાં આવે છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળે છે. અત્યાર સુધી 7 પગાર પંચ અમલમાં આવી ચૂક્યા છે અને હવે સૌને 8મા પગાર પંચની આતુરતા છે. 7મો પગાર પંચ 31 ડિસેમ્બર 2025એ 10 વર્ષ પૂર્ણ કરશે. એટલે 8મા પગાર પંચને લઈને અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.
ક્લાર્કને કેટલો વધારો મળશે ?
સરકારી કચેરીઓમાં કાર્યરત સિનિયર ક્લાર્કને હાલમાં Pay Level-5 પ્રમાણે પગાર મળે છે. હાલની સૌથી ઓછી બેઝિક પે ₹29,200 છે. તેમાં ગ્રેડ પે, ડીયરનેસ અલાઉન્સ (DA), હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) સહિતના લાભો ઉમેરાતા હાથે મળતો પગાર વધે છે.
8મા પગાર પંચ બાદ ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારમાં વધારો થશે. અંદાજ પ્રમાણે આ ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી જવાની શક્યતા છે. જો આવું થયું તો ક્લાર્કનો બેઝિક પગાર સીધો ₹83,000 સુધી પહોંચી શકે છે. આ પર આધારિત ભથ્થાં ઉમેરાતા કુલ પેકેજ ઘણું જ મોટું થઈ જશે.
ફિટમેન્ટ ફેક્ટર શું છે ?
ફિટમેન્ટ ફેક્ટર એ એવો દર છે જેના આધારે મૂળ પગારમાં વધારો નક્કી થાય છે.
જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.08 વચ્ચે રહે તો પગારમાં માધ્યમ વધારો થશે.
પરંતુ જો 2.86 સુધી પહોંચે તો ક્લાર્ક સહિત નાના પદાધિકારીઓના પગારમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળશે.
ક્યારે લાગુ પડશે 8મો પગાર પંચ ?
સરકારી નિયમ મુજબ 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની છે. પરંતુ હાલ સુધી સરકાર તરફથી કોઈ અધિકૃત જાહેરાત કે સમિતિની રચના કરવામાં આવી નથી. એક વખત સમિતિ બન્યા બાદ રિપોર્ટ આવશે અને પછી અમલ થઈ શકે છે. એટલે હકીકતમાં 2027 સુધીમાં તેનો અમલ થવાની શક્યતા છે.
કર્મચારીઓ માટે મોટી રાહત
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો માટે 8મો પગાર પંચ ખૂબ જ રાહતરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ક્લાર્ક અને નીચલા પદે કાર્યરત કર્મચારીઓના પગારમાં મોટો સુધારો થવાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
Read more – GSTમાં મોટો ફેરફાર! હવે કાર, ટ્રેક્ટર, સ્ટેશનરી અને દૂધના ઉત્પાદનો થશે સસ્તા – જુઓ નવી યાદી