રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 : ₹1.77 લાખ સુધીનો પગાર, જાણો સંપૂર્ણ વિગતો

RMC Bharti 2025:રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 : ₹1.77 લાખ સુધીનો પગાર, જાણો સંપૂર્ણ વિગતો

RMC Bharti 2025: રાજકોટમાં કાયમી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) તરફથી ખુશખબર આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ પર્યાવરણ ઈજનેર (Environment Engineer) વર્ગ-1 ની ભરતી માટે સત્તાવાર જાહેરાત જાહેર કરી છે. સારા પગાર અને સરકારી સુવિધાઓ સાથેની આ નોકરી માટે લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

RMC ભરતી 2025 – મુખ્ય વિગતો

  • સંસ્થા: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
  • પોસ્ટ: પર્યાવરણ ઈજનેર (વર્ગ-1)
  • જગ્યા: 01 (બિનઅનામત વર્ગ)
  • ઉંમર મર્યાદા: 21 થી 45 વર્ષ
  • અરજી મોડ: ઓનલાઈન
  • છેલ્લી તારીખ: 01 ઓક્ટોબર 2025
  • સત્તાવાર વેબસાઈટ: rmc.gov.in

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી આવશ્યક છે:

પર્યાવરણ એન્જીનિયરિંગ અથવા સિવિલ એન્જીનિયરિંગ (એન્વાયરમેન્ટલ એન્જીનિયરિંગ વિષય સાથે) માં ડિગ્રી.

ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનિયર તરીકે 5 વર્ષનો અનુભવ અથવા આસિસ્ટન્ટ એન્જીનિયર તરીકે 7 વર્ષનો અનુભવ.

પર્યાવરણ એન્જીનિયરિંગમાં અનુસ્નાતક કે મિકેનિકલ એન્જીનિયરિંગનું જ્ઞાન વધારાની લાયકાત ગણાશે.

પગાર ધોરણ

પસંદગી પામનાર ઉમેદવારને સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-10 મુજબ દર મહિને ₹56,100 થી ₹1,77,500 સુધીનો પગાર મળશે.

અરજી કરવાની પ્રક્રિયા

1. ઉમેદવારોએ સૌપ્રથમ RMC ની સત્તાવાર વેબસાઈટ rmc.gov.in ખોલવી.

2. અહીં “Recruitment Section” માં જઈ “Online Apply” પસંદ કરવું.

3.અરજી ફોર્મમાં જરૂરી વિગતો ધ્યાનપૂર્વક ભરીને સબમિટ કરવી.

4.ફાઈનલ સબમિશન કર્યા પછી અરજીનો પ્રિન્ટ કાઢી રાખવો.

Read more – નડિયાદ ભરતી 2025 : પરીક્ષા વગર સીધી ઈન્ટરવ્યુથી ₹40,000 સુધીની નોકરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top