અમદાવાદ : નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને એટલ પેન્શન યોજનામાં ખાતાધારકો માટે મહત્વના ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. આવતા 1લી ઓક્ટોબર 2025થી નવા નિયમો અમલમાં આવશે. આ નિયમો ખાસ કરીને મેન્ટેનન્સ ફી અને સર્વિસ ચાર્જીસને લઈને છે, જેના કારણે લાખો ખાતાધારકો પર સીધી અસર પડશે.
નવા ચાર્જીસ શું હશે ?
નવા નિયમ મુજબ, હવે NPS ખાતાધારકો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી તરીકે 3,100 રૂપિયા વસૂલાશે. પહેલાં આ ફી ઓછું હતું પરંતુ હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે. એટલ પેન્શન યોજનામાં પણ ખાતું ખોલાવવા માટે 3.15 રૂપિયા અને વાર્ષિક મેન્ટેનન્સ માટે 3.15 રૂપિયા લેવામાં આવશે.
Annexure-K હવે સરળતાથી મળશે
EPFO દ્વારા પહેલેથી જ શરૂ કરાયેલી “Passbook Lite” સુવિધાની જેમ હવે NPS ખાતાધારકોને પણ વધુ સુવિધા મળશે. ખાતાધારકો Annexure-K (PF ટ્રાન્સફર સર્ટિફિકેટ) ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. આ ફેરફારથી નોકરી બદલતી વખતે પેન્શન એકાઉન્ટ ટ્રાન્સફર પ્રક્રિયા ઝડપથી થશે.
કેટલા પ્રકારના ચાર્જિસ લાગશે ?
નવી સૂચના મુજબ, NPS ખાતામાં નીચે મુજબના ચાર્જિસ લાગશે:
- ખાતું ખોલાવવાના ચાર્જિસ – ₹3.15
- વાર્ષિક મેન્ટેનન્સ ફી – ₹3,100
- ટ્રાન્ઝેક્શન ચાર્જિસ – અલગ-અલગ કેટેગરી મુજબ
- એટલ પેન્શન યોજનામાં વાર્ષિક ચાર્જ – ₹3.15
રોકાણકારો પર શું અસર પડશે ?
આ નવા નિયમોથી NPS અને એટલ પેન્શન યોજનાના લાખો ખાતાધારકોને નાણાકીય આયોજનમાં થોડો વધારાનો ખર્ચ કરવો પડશે. જોકે, સાથે સાથે Annexure-K જેવી સુવિધાઓથી પારદર્શકતા અને ઝડપથી સેવા મળશે.
જો તમે પણ NPS અથવા Atal Pension Yojanaમાં રોકાણ કરો છો તો નવા નિયમો વિશે જાણવું અત્યંત જરૂરી છે જેથી કોઈ સમસ્યા ન થાય.
Read more – PF ખાતાધારકો માટે ખુશખબર: EPFOએ લોન્ચ કર્યું Passbook Lite, Annexure K હવે ઘરે બેઠા ડાઉનલોડ કરો