Gujarat Karmayogi Swasthya Suraksha Yojana: ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટો ફેરફાર લાવવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો શુભારંભ કર્યો છે. આ યોજના રાજ્યના 6.42 લાખ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને સીધો ફાયદો આપશે.
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના લાભો
યોજનાના અંતર્ગત સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળશે.
આ યોજના માટે સરકાર દર વર્ષે આશરે ₹303.5 કરોડનો ખર્ચ કરશે.
રાજ્યની 2,708 હોસ્પિટલો (943 ખાનગી અને 1,765 સરકારી)માં સારવાર ઉપલબ્ધ રહેશે.
2,471 જેટલી આધુનિક મેડિકલ પ્રોસિઝર્સનો લાભ હવે વધુ સરળતાથી મળી શકશે.
108 એમ્બ્યુલન્સ સેવામાં વધારો
આ સાથે, રાજ્ય સરકારે તાત્કાલિક આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સનો કાફલો જોડ્યો છે. હવે કુલ 1,549 એમ્બ્યુલન્સ લોકોની સેવા માટે ઉપલબ્ધ છે.
દરરોજ સરેરાશ 4,300–4,500 દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.
અત્યાર સુધીમાં 1.77 કરોડથી વધુ નાગરિકોને સેવા મળી છે.
17 લાખથી વધુ જિંદગીઓ બચાવવામાં આવી છે.
58.70 લાખથી વધુ સગર્ભા મહિલાઓને મદદ કરવામાં આવી છે અને 1.52 લાખથી વધુ પ્રસૂતિઓ સ્થળ પર જ કરવામાં આવી છે.
Read more – Ahmedabad Bharti 2025: કિડની હોસ્પિટલમાં ભરતી, ફક્ત ડિગ્રી કે ડિપ્લોમાથી મેળવો માસિક ₹35,000નો પગાર