ગુજરાત આંગણવાડી ભરતી 2025: 9000થી વધુ પોસ્ટ માટે ઓનલાઇન અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat Anganwadi Bharti 2025

Gujarat Anganwadi Bharti 2025: ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર, મિની વર્કર અને હેલ્પર (તેડાગર) માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ 9000થી વધુ જગ્યાઓ પર નિમણૂંક કરવામાં આવશે. મહિલાઓ માટે આ એક મોટી રોજગાર તક બની રહી છે.

Gujarat Anganwadi Bharti 2025: અરજી કરવાની તારીખો

આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 8 ઑગસ્ટ 2025 થી થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઑગસ્ટ 2025 છે. અરજદારોને સમયસર ફોર્મ ભરવું જરૂરી છે.

Gujarat Anganwadi Bharti 2025: પાત્રતા માપદંડ

  • આંગણવાડી વર્કર અને મિની વર્કર માટે ઉમેદવાર ઓછામાં ઓછું 12મું પાસ હોવું જરૂરી છે.
  • આંગણવાડી હેલ્પર (તેડાગર) માટે 10મું પાસ લાયકાત માગવામાં આવી છે.
  • ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ રાખવામાં આવી છે, જ્યારે હેલ્પર પદ માટે મહત્તમ ઉંમર 43 વર્ષ છે.

Gujarat Anganwadi Bharti 2025: પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં કોઈ પણ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. ઉમેદવારની પસંદગી સંપૂર્ણપણે Merit List અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારોને અરજી કરવા માટે e-HRMS Gujarat પોર્ટલ પર જવું પડશે. ત્યાં ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી અરજી સબમિટ કરી શકાશે.

eHRMS GUJARAT Portal (https://e-hrms.gujarat.gov.in/)

શા માટે ખાસ છે આ ભરતી?

આ ભરતી ખાસ કરીને મહિલાઓને રોજગાર આપવા માટે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આંગણવાડી સેવાઓ મજબૂત બનાવવા માટે 9000થી વધુ ખાલી જગ્યા ભરવામાં આવશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2025 મહિલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. જો તમે લાયકાત ધરાવો છો તો 30 ઑગસ્ટ પહેલા જ e-HRMS પોર્ટલ દ્વારા અરજી કરી દીજો.

Disclaimer: આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. ભરતી સંબંધિત તાજી અને સત્તાવાર માહિતી માટે ઉમેદવારોને e-HRMS Gujarat પોર્ટલ પર મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top