Reliance Foundation Scholarship 2025: 12મા પાસ વિદ્યાર્થીઓ માટે સોનેરી તક,₹2 લાખ સુધીની સ્કોલરશીપ

Reliance Foundation Scholarship 2025: 12મા પાસ વિદ્યાર્થીઓ માટે સોનેરી તક,₹2 લાખ સુધીની સ્કોલરશીપ

Reliance Foundation Scholarship 2025: ભારતમાં અનેક તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ તેમના સપનાઓને સાકાર કરવા માટે સંઘર્ષ કરે છે. આવા વિદ્યાર્થીઓ માટે Reliance Foundation Scholarship 2025 એક સોનેરી તક છે. આ સ્કોલરશીપ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર આર્થિક મદદ જ નહીં, પણ મેન્ટરિંગ અને એલ્યુમની નેટવર્કનો લાભ પણ મળે છે.

Reliance Foundation Scholarship 2025 – પાત્રતા

આ સ્કોલરશીપ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ નીચેના માપદંડો પૂર્ણ કરવાના રહેશે:

  • ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • 12મા ધોરણમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ થેલ હોવો જોઈએ.
  • 2025–26ના શૈક્ષણિક વર્ષમાં પ્રથમ વર્ષના પૂર્ણ-સમયના ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેવેલો હોવો જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક ₹15 લાખથી ઓછી હોવી જોઈએ (પ્રાથમિકતા ₹2.5 લાખથી ઓછી આવકવાળા વિદ્યાર્થીઓને મળશે).
  • ફરજિયાત Aptitude Test આપવો જરૂરી છે.

કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં ?

  • બીજા વર્ષ કે તેથી ઉપરના વિદ્યાર્થીઓ.
  • Distance/Hybrid/Online કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓ.
  • માત્ર ડિપ્લોમા કોર્સ કરનારા વિદ્યાર્થીઓ.
  • Aptitude Test ન આપનાર વિદ્યાર્થીઓ.

સ્કોલરશીપના લાભ

  • પસંદ થયેલા વિદ્યાર્થીઓને કુલ ₹2,00,000 સુધીની આર્થિક મદદ મળશે.
  • સાથે જ Reliance Foundation ના Alumni Network માં જોડાવાનો મોકો મળશે, જે કારકિર્દી નિર્માણ માટે ખૂબ જ ફાયદાકારક છે.

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સરનામું પુરાવા (Address Proof)
  • ધોરણ 10 અને 12ના માર્કશીટ
  • બોનાફાઇડ સ્ટુડન્ટ સર્ટિફિકેટ
  • આવકનો પુરાવો (Gram Panchayat/Tehsildar/DM દ્વારા આપવામાં આવેલ)
  • અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)

અરજી પ્રક્રિયા

  1. Reliance Foundation Scholarship ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. Eligibility Questionnaire ભરો.
  3. યોગ્યતા પુષ્ટિ થયા બાદ ઇમેઇલ દ્વારા Login ID મળશે.
  4. પોર્ટલમાં લોગિન કરીને અરજી ફોર્મ ભરો.
  5. તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  6. ફોર્મ સબમિટ કર્યા બાદ ફરજિયાત Aptitude Test આપો.

છેલ્લી તારીખ – 04 ઓક્ટોબર 2025

જો તમે પણ આ સ્કોલરશીપ માટે પાત્ર છો, તો આ તક ચૂકી ન જશો. તે તમારા અભ્યાસને આર્થિક સપોર્ટ આપશે અને સાથે ભવિષ્યના સફળ કારકિર્દી માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.

Read more-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top