કોચિંગ સહાય યોજના 2025-26: હવે સ્પર્ધાત્મક પરીક્ષા માટે મળશે સરકારથી સહાય!

Coaching Sahay Yojana Gujarat

Coaching Sahay Yojana Gujarat: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે નવી જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કોચિંગ સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ All India લેવલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા વિદેશ જવા માટે જરૂરી IELTS, TOEFL, GRE જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માંગે છે.

યોજનાના મુખ્ય લાભો

  • IIM, CEPT, NIFT, NLU જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે સહાય મળશે.
  • IELTS, TOEFL અને GRE જેવી આંતરરાષ્ટ્રીય પરીક્ષાની તૈયારી માટે પણ સહાય ઉપલબ્ધ રહેશે.
  • આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર કોચિંગ મળવાની તક મળશે.

અરજીની તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: 04/09/2025
  • છેલ્લી તારીખ: 04/10/2025
  • જરૂરી દસ્તાવેજો જિલ્લા કચેરીએ જમા કરવાની છેલ્લી તારીખ: 31/10/2025

ઓનલાઈન અરજી કેવી રીતે કરશો?

  • સૌપ્રથમ https://esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ ખોલો.
  • “કોચિંગ સહાય યોજના” વિભાગમાં જઈને અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી કર્યા બાદ, તમારા જિલ્લાના સામાજિક ન્યાય કચેરીમાં દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.

નિષ્કર્ષ

વિદ્યાર્થીઓ માટે આ યોજના એક સુવર્ણ તક છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે વિદેશ માટેની તૈયારી કરવાનું સપનું જોતા હો, તો તરત જ ઓનલાઈન અરજી કરો.

Read more – Small business Ideas: ઘરે બેઠા કમાણીનો પ્લાન,આ 5 નાના બિઝનેસથી બદલાશે તમારી જિંદગી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top