Maternity Assistance Scheme: ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મહિલા શ્રમિકો અને શ્રમિકોની પત્નીઓને માતૃત્વ દરમિયાન સહાય આપવા માટે “મેટરનિટી સહાય યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને પ્રસૂતિ કાળ દરમિયાન થતા ખર્ચમાં રાહત આપવાનો છે.
યોજનાના લાભો
- યોજનાના અંતર્ગત મહિલા શ્રમિક અથવા શ્રમિકોની પત્નીને ₹10,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.
- આ સહાય ચેકઅપ, દવા, પૌષ્ટિક આહાર અને અન્ય જરૂરિયાતોને પૂરી પાડવા માટે આપવામાં આવે છે.
પાત્રતા
- લાભાર્થી ગુજરાત રાજ્યના સંગઠિત ક્ષેત્ર (Organized Sector) માં કામ કરતા શ્રમિક હોવા જોઈએ.
- શ્રમિકે સતત 1 વર્ષ સુધી ફેક્ટરી/કંપની/સંસ્થામાં કામ કર્યું હોવું જોઈએ અને તેનો Labour Welfare Fund જમા કરેલો હોવો જોઈએ.
- અરજી પ્રસૂતિ થયાના એક વર્ષની અંદર કરવી ફરજિયાત છે.
- આ યોજના હેઠળ માત્ર એક પ્રસૂતિ માટે જ લાભ મળશે.
- જો બાળકના જન્મ પ્રમાણપત્રમાં અને બેંક પાસબુકમાં માતાનું નામ અલગ હશે તો સહાય મળશે નહીં.
અરજી પ્રક્રિયા (ઓનલાઈન)
- Sanman Portal પર જાઓ: https://sanman.gujarat.gov.in
- Citizen Login માંથી ‘Register Here’ પસંદ કરો.
- આધાર કાર્ડ નંબર અને Labour Welfare Fund Account Number દાખલ કરો.
- વિગતો ચેક કર્યા બાદ User ID અને Password બનાવો.
- Login કર્યા બાદ “Maternity Assistance Scheme” પસંદ કરો.
- અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- નિયમો સાથે સંમત થઈ અરજી સબમિટ કરો.
જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- શ્રમિકનો ઓળખકાર્ડ
- આધાર કાર્ડ
- Labour Welfare Fund Account Number
- ગર્ભાવસ્થાનો પુરાવો/મેડિકલ રિપોર્ટ
- બાળકનું જન્મ પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- બોનાફાઈડ સર્ટિફિકેટ
- અન્ય જરૂરી દસ્તાવેજો
વારંવાર પૂછાતા પ્રશ્નો
કેટલી સહાય મળશે?
₹10,000 સુધીની આર્થિક સહાય.
અરજી ક્યારે કરવી?
પ્રસૂતિ થયા બાદ 1 વર્ષની અંદર.
લાભ કોને મળશે?
મહિલા શ્રમિક અથવા શ્રમિકની પત્નીને.
શું લાભ દરેક પ્રસૂતિ પર મળશે?
નહીં, માત્ર એક પ્રસૂતિ માટે જ.