Sabar Dairy Bharti 2025: ગુજરાતના યુવાઓ માટે રોજગારની મોટી ખુશખબર આવી છે. સાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ (સાબર ડેરી) દ્વારા Sabar Dairy Bharti 2025 માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ટ્રેઈનીથી લઈને મેનેજર સુધીની વિવિધ પોસ્ટ પર લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ભરતી માટે ITI પાસથી લઈને MBA સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.
સાબર ડેરી ભરતી 2025
વિગત | માહિતી |
---|---|
સંસ્થા | સાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ (સાબર ડેરી) |
પોસ્ટ | ટ્રેઈનીથી મેનેજર સુધીની વિવિધ પોસ્ટ |
જગ્યા | ઉલ્લેખ નથી |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ગુજરાત બહાર |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2025 |
અધિકૃત વેબસાઈટ | sabardairy.org |
કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે ?
આ ભરતીમાં અનેક વિભાગોમાં પોસ્ટ બહાર પાડવામાં આવી છે. જેમાંથી કેટલીક મુખ્ય પોસ્ટ નીચે મુજબ છે:
- ટ્રેઈની-જુનિયર આસિસ્ટન્ટ (QA/Prod)
- ટ્રેઈની-જુનિયર આસિસ્ટન્ટ (Dairy)
- ટ્રેઈની-અસિસ્ટન્ટ ઓફિસર (Engg)
- ટ્રેઈની ટેક્નિકલ
- ટ્રેઈની પ્લાન્ટ ટેક્નિશિયન
- ટ્રેઈની સિનિયર આસિસ્ટન્ટ (સિક્યુરિટી)
- ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (Marketing)
- ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (MPO)
- DGM/AGM/સિનિયર મેનેજર (Engg/Project)
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અલગ-અલગ પોસ્ટ પ્રમાણે અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે.
- કેટલાક પદ માટે માત્ર ITI પાસ જરૂરી છે.
- જ્યારે કેટલીક જગ્યાએ ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા MBA પણ માંગવામાં આવ્યું છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર નોટીફિકેશન એકવાર ધ્યાનપૂર્વક વાંચી લે.
ઉંમર મર્યાદા
- ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.
- જો કે દરેક પોસ્ટ માટે અલગ ઉંમર મર્યાદા હોઈ શકે છે.
અરજી કરવાની પ્રક્રિયા
- સૌથી પહેલા ઉમેદવારોએ sabardairy.org વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવું.
- અરજી ફોર્મમાં જરૂરી માહિતી જેવી કે – જોબ કોડ, પોસ્ટનું નામ, ઉમેદવારનું નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક વિગતો વગેરે ભરી લેવી.
- અરજી સાથે જરૂરી દસ્તાવેજો જોડીને નીચે આપેલા સરનામે મોકલવી રહેશે.
અરજી મોકલવાનું સરનામું:
મેનેજીંગ ડિરેક્ટર,
સાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ (સાબર ડેરી),
સબ પોસ્ટ- બોરિયા, હિંમતનગર,
જિલ્લો- સાબરકાંઠા – ગુજરાત,
પીન કોડ – 383006
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર 2025
Read more-PM Surya Ghar Yojana: ઘરમાં સોલાર લગાવો અને દર મહિને શૂન્ય વીજળી બિલ મેળવો