iKhedut Porta Yojana: ગુજરાત સરકાર સતત ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા હવે ફાર્મ ગેટ પેક હાઉસ (Farm Gate Pack House) યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આધુનિક પેકિંગ સુવિધા ઉભી કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે.
યોજના હેઠળ સહાય
- General Category (HRT-9)
- SCSP Category (HRT-13)
- TASP Category (HRT-14)
ત્રણેય કેટેગરી માટે સહાયનું માપદંડ એકસરખું છે.
એકમ ખર્ચના 50% સુધી સહાય મળશે.
મહત્તમ રૂ. 25 લાખ પ્રતિ એકમ પ્રતિ લાભાર્થી મળશે.
એકમની સાઇઝ 9 મીટર x 6 મીટર નક્કી કરાઈ છે.
સહાય સંપૂર્ણપણે પ્રોજેક્ટ આધારિત રહેશે.
આ યોજનાનો અમલ NCCD માર્ગદર્શિકા મુજબ જ કરવામાં આવશે.
અરજીની તારીખ
અરજી શરૂ : 10/05/2025
છેલ્લી તારીખ : 09/06/2025
અરજી માટે ખેડૂતોને સીધી iKhedut Portal Gujarat પર નોંધણી કરાવવી પડશે.
જરૂરી દસ્તાવેજો
અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજ જોડવા ફરજિયાત રહેશે:
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- ખર્ચના અંદાજો અને ક્વોટેશન
- પ્રોજેક્ટ રીપોર્ટ
- ઓળખપત્ર (આધાર, પાન, ચૂંટણી કાર્ડ)
- જમીનના દસ્તાવેજ અથવા રજીસ્ટર્ડ ભાડા કરાર
- મંજૂર પ્લાન લે-આઉટ
- અન્ય ભાગીદારોની સંમતિ ફોર્મ
- ચતુર્સિમાનો દાખલો અને પાણી ચકાસણી પ્રમાણપત્ર
- ફોર્મ-1 (અરજદારની ઓળખ) અને બેઝીક ડેટા શીટ-1
રાજ્યની કૃષિ સિદ્ધિ
ગુજરાતે છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુ કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમો રાજ્યના ખેડૂતોને વધુ સશક્ત બનાવી રહ્યા છે.