LIC Golden Jubilee Scholarship 2025–26: વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર એલઆઇસી આપી રહ્યું છે ₹40,000 સ્કોલરશિપ

LIC Golden Jubilee Scholarship 2025–26: વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર એલઆઇસી આપી રહ્યું છે ₹40,000 સ્કોલરશિપ

LIC Golden Jubilee Scholarship 2025–26: ભારતની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (LIC) દર વર્ષે ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય આપવા માટે સ્કોલરશિપ આપે છે. હવે LIC Golden Jubilee Scholarship 2025–26 જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં વિદ્યાર્થીઓને દર વર્ષે મહત્તમ ₹40,000 સુધીની રકમ આપવામાં આવશે.

જો તમે Class 10 અથવા 12 પાસ કર્યા છે અને આગળ કોલેજ, ડિપ્લોમા કે વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ લીધો છે તો આ સ્કોલરશિપ તમારા માટે સુવર્ણ તક બની શકે છે.

મુખ્ય લાયકાત (Eligibility Criteria)

સામાન્ય સ્કોલરશિપ માટે

વિદ્યાર્થીએ 2022–25 દરમિયાન Class 10 અથવા 12માં ઓછામાં ઓછા 60% ગુણ મેળવ્યા હોવા જોઈએ.

પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવેલ હોય તેવા ગ્રેજ્યુએશન, ઈન્ટિગ્રેટેડ, વોકેશનલ, ડિપ્લોમા અથવા ITI કોર્સમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.

પરિવારની વાર્ષિક આવક ₹4,50,000થી વધુ ન હોવી જોઈએ.

ખાસ સ્કોલરશિપ (મહિલા વિદ્યાર્થીઓ માટે)

વિદ્યાર્થીનીએ Class 10માં ઓછામાં ઓછા 60% ગુણ મેળવ્યા હોવા જોઈએ.

10+2, ડિપ્લોમા અથવા વોકેશનલ કોર્સમાં અભ્યાસ કરતા હોવા જોઈએ.

પરિવારની આવક મર્યાદા પણ ₹4,50,000 નક્કી કરવામાં આવી છે.

ખાસ કરીને વિધવા અથવા સિંગલ માતાના બાળકોને આવક મર્યાદામાં ₹4,00,000 સુધી છૂટ આપવામાં આવશે.

સ્કોલરશિપના લાભો (Benefits)

કોર્સ વાર્ષિક સ્કોલરશિપ રકમ

MBBS, BAMS, BHMS, BDS ₹40,000BE, B.Tech, B.Arch- ₹30,000

ગ્રેજ્યુએશન, ઈન્ટિગ્રેટેડ, ડિપ્લોમા, વોકેશનલ- ₹20,000

ખાસ સ્કોલરશિપ (ગર્લ ચાઇલ્ડ)- ₹15,000

જરૂરી દસ્તાવેજો (Documents Required)

  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • બેંક એકાઉન્ટ વિગતો
  • છેલ્લી પરીક્ષાનું માર્કશીટ/પ્રમાણપત્ર

અરજી પ્રક્રિયા (Application Process)

1. અધિકૃત પોર્ટલ પર જઈ “Apply Now” ક્લિક કરો.

2. નવા વિદ્યાર્થી હોય તો રજિસ્ટ્રેશન કરો અથવા લોગિન કરો.

3. અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.

4. ડિકલેરેશન પર ટિક કરીને સબમિટ કરો.

5. સફળ અરજી પછી કન્ફર્મેશન ઈમેલ મળશે.

મહત્વપૂર્ણ તારીખ (Important Date)

અરજી કરવાની છેલ્લી તારીખ : 22 સપ્ટેમ્બર 2025

પસંદગી પ્રક્રિયા (Selection Process)

પસંદગી મેરિટ આધારિત રહેશે.

છોકરા અને છોકરી બંનેને અવસર મળશે, પરંતુ 10 છોકરીઓને ખાસ ક્વોટા હેઠળ સ્કોલરશિપ આપવામાં આવશે.

અંતિમ પસંદગી LIC ડિવિઝનલ ઑફિસ દ્વારા કરવામાં આવશે.

Read more – PM Kisan Yojana Update: ખેડૂતોને દિવાળી પહેલા મળશે ₹2,000ની ભેટ ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top