દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ યોજના – Sukanya Samriddhi Yojana 2025 સાથે ટેક્સ લાભ

દીકરીના ભવિષ્ય માટે શ્રેષ્ઠ યોજના – Sukanya Samriddhi Yojana 2025 સાથે ટેક્સ લાભ

Sukanya Samriddhi Yojana 2025: આજના સમયમાં દરેક માતા-પિતા પોતાના સંતાનોના ભવિષ્ય વિશે વિચાર કરે છે. ખાસ કરીને દીકરીની ઊંચી શિક્ષણ અને લગ્ન ખર્ચો વધતી મોંઘવારી વચ્ચે મોટું પડકાર બની જાય છે. આર્થિક સુરક્ષા માટે સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana-SSY) શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના ?

સુકન્યા સમૃદ્ધિ યોજના એ સરકાર દ્વારા શરૂ કરાયેલી એક ખાસ બચત યોજના છે, જે માત્ર દીકરીના નામે જ ખોલી શકાય છે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી છે તો તમે આ એકાઉન્ટ ખોલી શકો છો.

  • દર વર્ષે તમે ન્યૂનતમ ₹250 થી લઈને મહત્તમ ₹1.50 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.
  • રોકાણ સમયગાળો માત્ર 15 વર્ષનો છે.
  • એકાઉન્ટની મેચ્યોરિટી 21 વર્ષ પછી થાય છે, એટલે કે દીકરી 21 વર્ષની થાય ત્યારે સંપૂર્ણ રકમ ઉપાડી શકાય છે.

કેવી રીતે બનશે ₹70 લાખનો ફંડ ?

ચાલો એક ઉદાહરણ લઈએ – જો તમારી દીકરીની ઉંમર 1 વર્ષ છે અને તમે દર વર્ષે મહત્તમ ₹1.50 લાખનું રોકાણ કરો છો તો 15 વર્ષમાં તમારું કુલ રોકાણ ₹22.50 લાખ થશે.
મેચ્યોરિટી સમયે એટલે કે દીકરી 21 વર્ષની થતા તમને મળશે લગભગ ₹69.27 લાખ.
આમાં તમારો નફો લગભગ ₹46.77 લાખનો રહેશે, જે રોકાણની તુલનાએ ડબલથી વધુ છે.

ક્યાં ખોલી શકાય એકાઉન્ટ ?

આ યોજના માટેનું એકાઉન્ટ તમે નજીકની બેંક કે પોસ્ટ ઓફિસમાં ખોલી શકો છો.
તે માટે જરૂરી દસ્તાવેજો:

  • દીકરીનું જન્મપ્રમાણપત્ર
  • માતા-પિતાનું ઓળખ પુરાવા (ID Proof)

ટેક્સમાં પણ લાભ

આ યોજનામાં રોકાણ પર તમને Income Tax Act 80C હેઠળ છૂટ મળે છે. એટલે કે દીકરીનું ભવિષ્ય સુરક્ષિત સાથે તમારા ટેક્સમાં પણ બચત થશે.

Read more-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top