Indian Overseas Bank SO Recruitment 2025: ભારતની સૌથી જૂની અને વિશ્વસનીય સરકારી બેંકોમાંની એક indian Overseas Bank (IOB)એ 2025 માટે સ્પેશિયલિસ્ટ ઓફિસર (SO) ભરતી જાહેરાત બહાર પાડી છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 127 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી માંગવામાં આવી રહી છે. જો તમે પબ્લિક સેક્ટર બેંકમાં સ્થિર અને ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવા માંગો છો તો આ તક તમારા માટે ગોલ્ડન ઓપર્ચ્યુનિટી બની શકે છે.
indian Overseas Bank ભરતી 2025
વિગત | માહિતી |
---|---|
ભરતી સંસ્થા | Indian Overseas Bank (IOB) |
જાહેરાત નંબર | HRDD/RECT/03/2025 |
પોસ્ટનું નામ | સ્પેશિયલિસ્ટ ઓફિસર (મેનેજર / સિનિયર મેનેજર) |
કુલ જગ્યાઓ | 127 |
અરજી શરૂ | 12 સપ્ટેમ્બર 2025 |
છેલ્લી તારીખ | 03 ઑક્ટોબર 2025 |
અરજીનો પ્રકાર | ફક્ત ઓનલાઇન |
પસંદગી પ્રક્રિયા | ઓનલાઇન પરીક્ષા + ઇન્ટરવ્યૂ |
પોસ્ટિંગ | ઓલ ઇન્ડિયા |
ખાલી જગ્યાઓ (Vacancy Details)
આ ભરતી હેઠળ મેનેજર (MMGS II) અને સિનિયર મેનેજર (MMGS III) પોસ્ટ માટે જગ્યાઓ છે.
- મેનેજર (MMGS II): ઇન્ફોર્મેશન સિક્યુરિટી, આઇટી, રિસ્ક, ટ્રેઝરી, સિવિલ, આર્કિટેક્ટ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ, પ્રિન્ટિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ, ડેટા એન્જિનિયરિંગ
- સિનિયર મેનેજર (MMGS III): ઇન્ફોર્મેશન સિક્યુરિટી, આઇટી, રિસ્ક, IS ઓડિટ, કોર્પોરેટ ક્રેડિટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા સાયન્સ, ડેટા એન્જિનિયરિંગ
પાત્રતા માપદંડ (Eligibility Criteria)
- ઉંમર મર્યાદા:
- મેનેજર: 25 થી 35 વર્ષ
- સિનિયર મેનેજર: 30 થી 40 વર્ષ
- રિઝર્વ કેટેગરીને ગવર્મેન્ટ નિયમ મુજબ છૂટછાટ મળશે.
- શૈક્ષણિક લાયકાત:
- IT/IS પોસ્ટ માટે B.E./B.Tech/MCA/M.Sc સાથે સંબંધિત અનુભવ જરૂરી.
- Civil/Electrical/Architect માટે સંબંધિત ડિગ્રી અને કાઉન્સિલ રજિસ્ટ્રેશન જરૂરી.
- IS Audit માટે B.Tech/MCA સાથે CISA/CISSP/ISO સર્ટિફિકેશન + અનુભવ.
પગાર (Salary & Benefits)
- મેનેજર (MMGS II): ₹64,820 – ₹93,960
- સિનિયર મેનેજર (MMGS III): ₹85,920 – ₹1,05,280
સાથે DA, HRA, CCA, મેડિકલ અને અન્ય એલાઉન્સ પણ મળશે. - પ્રોબેશન પિરિયડ: 2 વર્ષ
- સર્વિસ બોન્ડ: ₹2.5 લાખ (ન્યુનતમ 3 વર્ષ સેવા)
પસંદગી પ્રક્રિયા (Selection Process)
- ઓનલાઇન પરીક્ષા
- વિષયો: અંગ્રેજી ભાષા, બેન્કિંગ અવેરનેસ, પ્રોફેશનલ નોલેજ
- કુલ પ્રશ્નો: 100 | કુલ ગુણ: 100 | સમય: 120 મિનિટ
- નેગેટિવ માર્કિંગ: 0.25
- ઇન્ટરવ્યૂ
- લેખિત પરીક્ષામાં સફળ ઉમેદવારોને બોલાવવામાં આવશે.
- ફાઇનલ સિલેક્શન = પરીક્ષા + ઇન્ટરવ્યૂના ગુણ આધારિત.
અરજી પ્રક્રિયા (How to Apply)
- ઓફિશિયલ વેબસાઇટ ખોલો www.iob.in
- “Recruitment of Specialist Officers 2025” પર ક્લિક કરો.
- ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો.
- ફોટો, સહી, અંગૂઠાનો છાપ અને હેન્ડરાઇટન ડિક્લેરેશન અપલોડ કરો.
- ફી ભરવી (SC/ST/PwBD: ₹175, અન્ય: ₹1000).
- અરજી સબમિટ કર્યા પછી પ્રિન્ટ આઉટ રાખો.
મહત્વની તારીખો
- જાહેરાત રિલીઝ: 12 સપ્ટેમ્બર 2025
- અરજી શરૂ: 12 સપ્ટેમ્બર 2025
- છેલ્લી તારીખ: 03 ઑક્ટોબર 2025
Read more-OJAS GSSSB Recruitment 2025: એક્સ-રે આસિસ્ટન્ટથી મ્યુનિસિપલ ઈજનેર સુધી 269 જગ્યાઓ, આજે જ કરો Apply