GPSC-UPSC Coaching Free: રાજ્ય સરકાર UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટું પગલું ભર્યું છે. હવે રાજ્યની 10 સરકારી યુનિવર્સિટીમાં નિઃશુલ્ક કોચિંગ ક્લાસીસ શરૂ થશે. આ યોજનાથી રાજ્યના આશરે 1,000 ઉમેદવારોને સીધી મદદ મળશે.
કોચિંગ શા માટે ?
ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન અને સ્રોતોની અછત રહેતી હોય છે. IAS, IPS, DySP, Mamlatdar, Section Officer જેવી પ્રતિષ્ઠિત નોકરીઓ માટે જરૂરી તૈયારી હવે યુનિવર્સિટીમાં જ નિઃશુલ્ક મળી શકશે.
ક્યાં યુનિવર્સિટીમાં મળશે ?
રાજ્યની 10 યુનિવર્સિટી જેવી કે –
- ગુજરાત યુનિવર્સિટી
- સરદાર પટેલ યુનિવર્સિટી
- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
- ભાવનગર યુનિવર્સિટી
- કચ્છ યુનિવર્સિટી
- હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી
- અન્ય સરકારી યુનિવર્સિટી
આ બધી જગ્યાએ 100-100 વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર શરૂ થશે.
કોણ લાભ લઈ શકશે ?
UPSC અને GPSC જેવી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ
ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ-ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો
જેઓને ખાનગી કોચિંગ લેવા માટે આર્થિક મુશ્કેલીઓ છે તેઓ ખાસ લાભ મેળવી શકશે.
વિશેષતા
નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન
પરીક્ષાની પેટર્ન મુજબ ટ્રેનિંગ
અગાઉની પરીક્ષાના પેપર આધારિત પ્રેક્ટિસ
વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક વાતાવરણ
Read more-Indian Overseas Bank SO Recruitment 2025: ઉચ્ચ પગાર સાથે 127 જગ્યાઓ માટે ભરતી, આજે જ કરો ઓનલાઇન અરજી