iPhone 17 Series launch: Appleએ પોતાના નવા iPhone 17 Series સાથે ટેક જગતમાં ફરીથી મોટો ધમાકો કર્યો છે. કંપનીએ 9 સપ્ટેમ્બરે iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને અત્યાર સુધીનું સૌથી પાતળું સ્માર્ટફોન – iPhone Air રજૂ કર્યા છે. નવા iPhonesમાં ઘણા મહત્વના અપગ્રેડ્સ છે, જેના કારણે લોકોમાં ખરીદવાની ઉત્સુકતા વધી રહી છે. ચાલો, આ નવા iPhones વિશેની તમામ જરૂરી માહિતી સરળ ભાષામાં સમજીએ.
iPhone 17 Seriesમાં શું નવું છે ?
નવી iPhone 17 Seriesમાં હવે “Plus” મોડલ બંધ કરીને તેની જગ્યાએ iPhone Air લાવવામાં આવ્યો છે.
iPhone 17 (Vanilla Model)
હવે તેમાં 120Hz ProMotion LTPO ડિસ્પ્લે (Always-on Display સાથે)
3,000 nits બ્રાઇટનેસ
નવો 48MP અલ્ટ્રાવાઈડ કેમેરો
જે પહેલાં માત્ર Android ફ્લેગશિપમાં જ મળતો હતો.
iPhone 17 Pro અને Pro Max
નવી Rectangular Camera Island ડિઝાઇન
48MP ટેલીફોટો કેમેરા અપગ્રેડ
શક્તિશાળી A19 Pro ચિપ
લાંબા સમય સુધી ભારે કામ વખતે ગરમી ઘટાડવા Vapour Chamber ટેકનોલોજી.
iPhone Air શું છે અને કેમ ખાસ છે ?
iPhone Air એ અત્યાર સુધીનું Appleનું સૌથી પાતળું iPhone છે.
માત્ર 5.6mm જાડાઈ
વજન ફક્ત 165 ગ્રામ
6.5-ઇંચ Super Retina XDR ડિસ્પ્લે
A19 Pro ચિપ (પણ એક GPU Core ઓછું હોવાથી Pro મોડલ જેટલું પાવરફુલ નથી)
એક જ 48MP કેમેરા
પાતળા ડિઝાઇનને કારણે બેટરી પણ નાની
iOS 26 સાથે શું નવું ?
Appleનું નવું iOS 26 “Liquid Glass” નામની નવી ડિઝાઇન સાથે આવ્યું છે.
બધા iPhones (iPhone 11 Seriesથી શરૂ) પર ઉપલબ્ધ
પણ Apple Intelligence ફીચર્સ ફક્ત iPhone 15 Pro, 15 Pro Max, iPhone 16, iPhone Air અને iPhone 17 Seriesમાં જ મળશે.
બેટરી લાઈફ કેવી છે ?
Apple બેટરી ક્ષમતા નહીં બતાવતું હોવા છતાં Video Playback આધારિત માહિતી આપે છે:
iPhone 17 – 30 કલાક
iPhone 17 Pro – 31 કલાક
iPhone 17 Pro Max – 37 કલાક
iPhone Air – 27 કલાક (MagSafe Battery Pack સાથે વધારી શકાય છે)
ભારતમાં કિંમત કેટલી છે ?
Appleએ થોડો ભાવ વધાર્યો છે, પણ નવા અપગ્રેડ્સને કારણે ફોન Value for Money કહી શકાય.
iPhone 17 – ₹82,900
iPhone 17 Pro – ₹1,34,900
iPhone 17 Pro Max – ₹1,49,900
iPhone Air – ₹1,19,900
અમેરિકામાં ભાવ હજુ પણ સસ્તો છે – જ્યાં iPhone 17 ફક્ત આશરે ₹70,500માં મળે છે.
લોન્ચ અને ઉપલબ્ધતા
આ બધા મોડલ્સ માટે Pre-Order શરૂ થઈ ગયા છે અને 19 સપ્ટેમ્બરથી ભારતમાં સેલ માટે ઉપલબ્ધ રહેશે.
શું નવા iPhones ખરીદવા યોગ્ય છે ?
જો તમને સસ્તું અને અપગ્રેડેડ iPhone જોઈએ – તો iPhone 17 સારો વિકલ્પ.
જો તમને High-Performance અને શ્રેષ્ઠ કેમેરા જોઈએ – iPhone 17 Pro અથવા Pro Max શ્રેષ્ઠ.
જો તમને પાતળું અને સ્ટાઇલિશ ફોન ગમે છે અને બેટરી/કેમેરાની ખાસ ચિંતા નથી – તો iPhone Air તમારા માટે યોગ્ય છે.
Read more- ખેડૂતો માટે ખુશખબર! પાણીના ભાવમાં 7 HP Power Weeder – ઓછી મહેનત, વધુ નફો