Aadhaar biometric update for child in Gujarati: ભારતમાં આધાર કાર્ડ હવે દરેક માટે સૌથી જરૂરી ઓળખપત્ર બની ગયું છે. મોટા લોકોને જેમ આધાર કાર્ડ અપડેટ કરવાની જરૂર પડે છે, તેમ જ બાળકો માટે પણ બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે. UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ બાળકો માટે ખાસ નિયમ બનાવ્યો છે કે તેઓએ 5 થી 7 વર્ષ અને 15 થી 17 વર્ષ ની ઉંમરે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે.
સરકાર તરફથી આ સેવા બિલકુલ મફતમાં ઉપલબ્ધ છે. એટલે કે, કોઈપણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી.
શા માટે જરૂરી છે બાયોમેટ્રિક અપડેટ ?
બાળકના જન્મ સમયે આધાર કાર્ડમાં માત્ર ફોટોગ્રાફ અને પેરન્ટ્સની માહિતી લેવામાં આવે છે. પરંતુ ઉંમર વધતાં બાળકોના ચહેરાના લક્ષણો, આઇરિસ અને ફિંગરપ્રિન્ટ બદલાતા રહે છે. આ કારણે 5 થી 7 વર્ષ અને 15 થી 17 વર્ષની ઉંમરે ફરજિયાત રીતે આધાર કાર્ડમાં નવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા જરૂરી છે.
કઈ માહિતી અપડેટ થશે ?
ફિંગરપ્રિન્ટ્સ
આઇરિસ સ્કેન
ફોટોગ્રાફ
કેવી રીતે કરાવશો અપડેટ ?
1. નજીકના આધાર સેન્ટર પર જાઓ.
2. જરૂરી દસ્તાવેજ સાથે બાળકને લઈને જવું પડશે.
3. ત્યાં બાયોમેટ્રિક અપડેટ મફતમાં થશે.
4. કન્ફર્મેશન બાદ આધાર કાર્ડમાં નવી માહિતી આપમેળે અપડેટ થશે.
નોંધ: આ સેવા મફતમાં છે. કોઈપણ એજન્ટ કે સેન્ટર દ્વારા પૈસા માંગવામાં આવે તો UIDAI ને તરત ફરિયાદ કરી શકાય છે.
Read more – UIDAIની નવી e-Aadhaar એપ, એક ક્લિકમાં કરો નામ-સરનામું અપડેટ