Aadhaar-PAN Linking: પાન કાર્ડ ધારકો માટે મોટો સમાચાર! આધાર લિંકિંગ ફરજિયાત – જાણો કેવી રીતે કરો ઑનલાઇન

Aadhaar-PAN Linking: પાન કાર્ડ ધારકો માટે મોટો સમાચાર! આધાર લિંકિંગ ફરજિયાત – જાણો કેવી રીતે કરો ઑનલાઇન

Aadhaar-PAN Linking: ભારત સરકારે આધાર નંબરને પાન કાર્ડ સાથે લિંક કરવાનું હવે ફરજિયાત બનાવી દીધું છે. જો તમે આવકવેરા રિટર્ન (ITR) ભરવા માંગો છો તો પાન-આધાર લિંકિંગ ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારી રિટર્ન પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. સરકાર દ્વારા આ માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જો તમે સમયસર લિંક નહીં કરો તો દંડ અથવા મોડું ફી ભરવી પડી શકે છે.

નવુ પાન કાર્ડ બનાવતી વખતે આધાર કેમ લિંક થાય છે?

ઇનકમ ટેક્સ વિભાગે પાન-આધાર લિંકિંગ ફરજિયાત રાખ્યું છે કારણ કે ઘણા લોકો એકથી વધારે પાન કાર્ડ બનાવી ટેક્સ ચોરી કરતા હતા. ઉપરાંત નકલી GST રજિસ્ટ્રેશન અને ફેક પાન કાર્ડની સમસ્યા વધી રહી હતી. માર્ચ 2024 સુધી દેશમાં લગભગ 74 કરોડ પાન કાર્ડ ધારકો હતા, જેમાંથી આશરે 60.5 કરોડ લોકોએ પોતાનું પાન આધાર સાથે જોડ્યું હતું. આથી સ્પષ્ટ થાય છે કે સરકાર ઓળખ ચોરી અને ટેક્સ ચોરી અટકાવવા માટે આ પગલું લઈ રહી છે.

આધાર નંબર સાથે પાન ઑનલાઇન કેવી રીતે લિંક કરવું?

  • ઇનકમ ટેક્સ e-Filingની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
  • હોમપેજ પર “Link Aadhaar” (Quick Links) પર ક્લિક કરો.
  • લૉગિન કર્યા પછી પ્રોફાઇલમાં “Link Aadhaar” પસંદ કરો.
  • PAN, આધાર નંબર અને આધાર પર લખાયેલું નામ નાખો.
  • જો આધાર પર જન્મ તારીખ છે તો તે બોક્સ ટિક કરો.
  • “I agree to validate” પર ટિક કરી “Link Aadhaar” ક્લિક કરો.
  • તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. તેને દાખલ કરી વેરિફાય કરો.
  • સફળતાપૂર્વક લિંક થયા પછી સ્ક્રીન પર પોપ-અપ આવશે.

SMS દ્વારા લિંક કરવાની રીત

તમારે SMSમાં લખવું છે:

UIDPAN <આધાર નંબર> <PAN નંબર>

ઉદાહરણ: UIDPAN 34512349891 CFIED1234J

આ SMS 567678 અથવા 56161 નંબર પર મોકલો.

PAN સર્વિસ સેન્ટર દ્વારા લિંકિંગ

જો ઑનલાઇન અથવા SMS દ્વારા લિંક ન થાય તો તમે NSDL/UTIITSL અથવા માન્ય પાન સર્વિસ સેન્ટર પર જઈ શકો છો. જરૂરી ફોર્મ અને દસ્તાવેજો સાથે મેન્યુઅલી લિંક કરી શકાય છે.

Read more – Sell 100 rupees Note: તમારી પાસે છે આ ખાસ 100 રૂપિયાનો નોટ ? વેચીને બની શકો છો લાખોપતિ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top