અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 : ₹1.75 લાખ સુધીનો પગાર, તરત કરો અરજી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 : ₹1.75 લાખ સુધીનો પગાર, તરત કરો અરજી

AMC Recruitment 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગે જાહેર આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે નવી ભરતી જાહેર કરી છે. આ ભરતી મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ (MSU) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC) ના સહયોગથી થશે. ત્રણ વિવિધ પોસ્ટ માટે 11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક કરવામાં આવશે.

મુખ્ય મુદ્દાઓ

કુલ 3 કોન્ટ્રાક્ટ આધારિત ઉચ્ચ પદો
માસિક પગાર ₹75,000 થી ₹1.75 લાખ સુધી
કોઈ એપ્લિકેશન ફી નથી
જાહેર આરોગ્ય ક્ષેત્રમાં અનુભવ મેળવવાની મોટી તક

ઉપલબ્ધ જગ્યાઓ

  • સીનિયર પબ્લિક હેલ્થ સ્પેશ્યાલિસ્ટ – 1 જગ્યા (વય મર્યાદા 60 વર્ષ)
  • વેટરનરી ઓફિસર – 1 જગ્યા (વય મર્યાદા 50 વર્ષ)
  • એન્ટોમોલોજિસ્ટ – 1 જગ્યા (વય મર્યાદા 50 વર્ષ)

લાયકાત

સીનિયર પબ્લિક હેલ્થ સ્પેશ્યાલિસ્ટ – MBBS સાથે MD/DNB (Community Medicine / Preventive Medicine) અથવા MBBS સાથે EIS ટ્રેનિંગ, અથવા Life Sciences, Nursing, BDS, BPT સાથે MPH/DPH/MAE/PhD.

વેટરનરી ઓફિસર – વેટરનરી પબ્લિક હેલ્થ / એપિડેમિયોલોજી / માઇક્રોબાયોલોજી / પેથોલોજી જેવા વિષયમાં પોસ્ટગ્રેજ્યુએટ. સાથે Veterinary Council of India માં રજિસ્ટ્રેશન ફરજિયાત.

એન્ટોમોલોજિસ્ટ – M.Sc. એન્ટોમોલોજી અથવા ઝૂઓલોજીમાં. PhD ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા.

પગાર ધોરણ

  • સીનિયર પબ્લિક હેલ્થ સ્પેશ્યાલિસ્ટ – ₹1,25,000 થી ₹1,75,000 પ્રતિ મહિનો
  • વેટરનરી ઓફિસર – ₹75,000 પ્રતિ મહિનો
  • એન્ટોમોલોજિસ્ટ – ₹75,000 પ્રતિ મહિનો

અરજી પ્રક્રિયા

  • ઉમેદવારોને AMC ની ઓફિશિયલ વેબસાઈટ www.ahmedabadcity.gov.in પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું રહેશે.
  • વેટરનરી ઓફિસર અને એન્ટોમોલોજિસ્ટ માટે ભરેલ ફોર્મ તથા જરૂરી દસ્તાવેજો 18/08/2025 થી 01/09/2025 વચ્ચે રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા કે વ્યક્તિગત રૂપે જમા કરવા પડશે.
  • સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશ્યાલિસ્ટ માટે સીધી વોક-ઇન ઇન્ટરવ્યુ 29/08/2025 ના રોજ AMC હેલ્થ ઓફિસ, જૂના ટીબી હોસ્પિટલ કંપાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાશે.

Read more – Ojas New Bharti 2025: 12 પાસ ઉમેદવારો માટે Fireman Cum Driver ની સરકારી નોકરી, પગાર ₹63,200 સુધી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top