bagayat yojana gujarat 2025: ગુજરાત સરકાર ખેડૂતોના હિત માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. ખેતીમાં કુદરતી આફતો, વધતા ખર્ચ અને બજારના ઉતાર-ચઢાવને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડે છે. આવા સમયમાં સરકાર તરફથી મળતી સહાય ખેડૂત મિત્રો માટે મોટી રાહતરૂપ સાબિત થાય છે. એ જ હેતુસર ગુજરાત બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2025 માટે નવી સહાયલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
કોને મળશે સહાય ?
આ યોજના હેઠળ સામાન્ય, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST)ના ખેડૂતો, ઉપરાંત FPO તથા સંસ્થાકીય અરજદારોને પણ સહાય મળશે.
કયા પાકો અને ક્ષેત્રોમાં મળશે ફાયદો ?
બાગાયત યોજનામાં ખેડૂતોને અનેક પાકો તથા આધુનિક સુવિધાઓ માટે સહાય આપવામાં આવશે:
- શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી માટે સહાય
- આંબા, જામફળ, પપૈયા, કેળા અને સરગવાની ખેતી
- જૂના બગીચાઓનું પુનર્નિર્માણ
- **કમલમ (ડ્રેગનફ્રૂટ)**ના વાવેતર માટે વિશેષ પ્રોત્સાહન
- ખારેક ખેતી માટે ટીસ્યુકલ્ચર
- ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સ
સાથે સાથે આધુનિક સુવિધાઓ માટે પણ સહાય આપવામાં આવશે જેમ કે:
- કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ
- નાની નર્સરી (0.4 થી 1 હેક્ટર)
- ફાર્મ ગેટ પેકહાઉસ, પ્રી-કૂલિંગ યુનિટ અને કોલ્ડ રૂમ
- ઔષધીય પાક માટે સહાય
- સોલાર ક્રોપ ડ્રાયર (24 કલાક બેકઅપ સાથે)
- સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ
અરજી કરવાની પ્રક્રિયા
ખેડૂત મિત્રો સહાય મેળવવા માટે નીચે મુજબ અરજી કરી શકશે:
- સૌપ્રથમ ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
- જરૂરી વિગતો ભરીને અરજી ઑનલાઇન સબમિટ કરો.
- અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
- મંજૂરી મળ્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા બાગાયત કચેરીમાં જમા કરાવો.
સંપર્ક માટે
અરજી પ્રક્રિયામાં કોઈ પ્રશ્ન હોય તો નાયબ બાગાયત નિયામક કચેરી, સુરત ખાતે ફોન નંબર 0261-2655948 પર સંપર્ક કરી શકાય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી વિવિધ સરકારી સ્ત્રોતો અને જાહેર નોટિફિકેશન પર આધારિત છે. યોજનાની વિગતવાર અને તાજી માહિતી માટે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર મુલાકાત લો અથવા તમારા જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કરો. અમે આપેલી માહિતીમાં કોઈ ભૂલ કે ફેરફાર માટે જવાબદાર નહીં હોઈએ.
Read more – PM Kisan Tractor Yojana: ખેડૂતોને મળશે ટ્રેક્ટર પર 50% સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી