BSF Head Constable Recruitment 2025: ભારતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તરફથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. BSF Head Constable Recruitment 2025 માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તેની ઓનલાઇન અરજી પ્રક્રિયા આજે થી શરૂ થઈ ગઈ છે. આ ભરતી હેઠળ કુલ 1121 જગ્યાઓ પર નિમણૂક થશે. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ એક સુવર્ણ મોકો છે.
કયા પદો માટે ભરતી ?
આ ભરતી હેડ કોન્સ્ટેબલ (Head Constable Radio Operator અને Head Constable Radio Mechanic) પદો માટે છે. કુલ 1121 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
લાયકાત અને ઉંમર મર્યાદા
ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ.
રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટ આપવામાં આવશે.
ઉંમરની ગણતરી 23 સપ્ટેમ્બર 2025 સુધીના આધારે થશે.
પગાર (Salary)
પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹25,500 થી ₹81,100 સુધીનો પગાર મળશે. આ સાથે જ સરકારી નોકરીના તમામ ભથ્થાંનો લાભ પણ મળશે.
પસંદગી પ્રક્રિયા
BSF Head Constable ભરતીમાં ઉમેદવારોની પસંદગી માટે નીચે મુજબની પ્રક્રિયા રહેશે:
- લખિત પરીક્ષા
- ફિઝિકલ ટેસ્ટ
- મેડિકલ ટેસ્ટ
- દસ્તાવેજ ચકાસણી
અરજી કેવી રીતે કરવી ?
ઉમેદવારોએ BSF ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2025 છે.
અરજી કરતા પહેલા ઉમેદવારોને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચવાની સલાહ આપવામાં આવે છે.
Read more-