Check pf balance in digilocker: ઘણા કર્મચારીઓને પોતાના PF (પ્રોવિડન્ટ ફંડ) એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા છે તે જાણવા મુશ્કેલી પડે છે. હવે આ માહિતી મેળવવી એકદમ સરળ બની ગઈ છે. તમે તમારા સ્માર્ટફોનમાં Digilocker App દ્વારા PF બેલેન્સ જોઈ શકો છો. આ એપમાં EPFO (Employees’ Provident Fund Organisation) સાથે જોડાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપલબ્ધ થાય છે.
EPFO શું છે ?
દરેક કર્મચારીની સેલેરીમાંથી PF માટે થોડા રૂપિયા કાપવામાં આવે છે અને તે સીધા EPFO દ્વારા સંચાલિત એકાઉન્ટમાં જમા થાય છે. આ પૈસા ભવિષ્ય માટે સુરક્ષા તરીકે કામ કરે છે. એટલે જ તમારા PF બેલેન્સને જાણવું ખૂબ જ જરૂરી છે.
PF બેલેન્સ તપાસવાના વિકલ્પો
- EPFOની વેબસાઈટ પર જઈને
- SMS અથવા મિસ કોલ દ્વારા
- UMANG એપ થકી
- Digilocker એપ મારફતે
આ બધા વિકલ્પોમાં Digilocker એપ સૌથી સરળ અને ઝડપદાર માનવામાં આવે છે.
Digilocker થી PF બેલેન્સ કેવી રીતે તપાસવો ?
- સૌપ્રથમ તમારા ફોનમાં Digilocker App ડાઉનલોડ કરો.
- એપમાં લોગિન કરો અથવા નવું એકાઉન્ટ બનાવો.
- તમારું આધાર કાર્ડ લિંક કરો.
- હવે EPFO સેકશન પસંદ કરો.
- અહીંથી તમે તમારું UAN કાર્ડ, PPO (પેન્શન પેમેન્ટ ઓર્ડર), સ્કીમ સર્ટિફિકેટ અને PF પાસબુક જોઈ શકો છો.
આ રીતે, થોડા જ મિનિટોમાં તમે તમારા PF એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા છે તે જાણી શકશો.
ઇન્ટરનેટ વગર PF બેલેન્સ કેવી રીતે જાણવું ?
જો તમારા ફોનમાં ઈન્ટરનેટ નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારે માત્ર 9966044425 નંબર પર મિસ કોલ કરવો છે. થોડા જ સેકન્ડમાં તમને SMS દ્વારા તમારું PF બેલેન્સ મળી જશે.
મહત્વની માહિતી
- PF એકાઉન્ટ ચેક કરવા માટે તમારું UAN (Universal Account Number) એક્ટિવ હોવું જરૂરી છે.
- UAN ન જાણતા હોય તો તે UMANG એપ દ્વારા સરળતાથી મેળવી શકાય છે.
Read more-