DAP Urea Rate 2025: ખેડૂતો માટે સસ્તું ખાતર, જાણો અરજી કરવાની રીત

DAP Urea Rate 2025: ખેડૂતો માટે સસ્તું ખાતર, જાણો અરજી કરવાની રીત

DAP Urea Rate 2025: ભારત એક કૃષિ આધારિત દેશ છે અને અહીંની મોટી વસ્તી ખેતી પર આધારિત છે. ખેડૂતોની ઉપજ સમયસર વરસાદ પર નિર્ભર રહે છે. જો વરસાદ સારું થાય તો પાક સરસ આવે છે, પરંતુ વરસાદ ઓછો પડે તો ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને સહારો આપવા માટે સરકાર દ્વારા ખાતર ઉપર સબસિડી આપવામાં આવે છે. આજે આપણે DAP અને યુરિયા ખાતરનાં નવા રેટ અને GST 2025 અપડેટ વિશે જાણીશું.

કેમ જરૂરી છે DAP અને યુરિયા ?

આજના સમયમાં જે બીજ વપરાય છે તે પહેલાના સમયમાં મળતા બીજ જેટલા મજબૂત નથી. પહેલા ખેડૂતો કોઈ ખાસ ખાતર વગર પણ સારી ઉપજ મેળવી શકતા. પરંતુ હવે નબળા બીજને કારણે પાકમાં યોગ્ય વૃદ્ધિ ન થાય. પાકને જરૂરી પોષક તત્વ આપવા માટે DAP (ડાયએમોનિયમ ફોસ્ફેટ) અને યુરિયા ખુબ જ જરૂરી બને છે.

DAP માં ફોસ્ફરસ અને નાઇટ્રોજનનું સંતુલન હોવાથી પાકને મજબૂત બનાવે છે, જ્યારે યુરિયામાં ભરપૂર નાઇટ્રોજન મળતું હોવાથી પાક ઝડપથી વિકાસ કરે છે. એટલા માટે આજના સમયમાં ખેડૂતોને આ બે ખાતરની વધારે જરૂર પડે છે.

નવા રેટ શું છે ?

ખેડૂતોને હંમેશા ચિંતા રહેતી હોય છે કે બજારમાંથી જો DAP કે યુરિયા લેવાનું થાય તો તેની કિંમત કેટલી આવશે. અગાઉ DAP નો 50 કિલોનો બેગ રૂ. 4300 સુધી મળતો હતો. પરંતુ હવે સરકાર દ્વારા ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે.

  • નવો રેટ (DAP): 50 કિલોનો બેગ હવે ફક્ત ₹1350માં ઉપલબ્ધ થશે.
  • સબસિડી બાદનો રેટ: સરકારની સબસિડીથી ખેડૂતોને આ જ બેગ ફક્ત ₹900માં મળશે.

આ માટે ખેડૂતોને રજિસ્ટ્રેશન કરીને સબસિડી માટે અરજી કરવી પડશે.

યુરિયાના નવા ભાવ

યુરિયા ખેડૂતો માટે સૌથી સામાન્ય રીતે વપરાતું ખાતર છે. હવે સરકાર દ્વારા તેનો ભાવ પણ ખુબ ઓછો રાખવામાં આવ્યો છે.

  • નવો રેટ (Urea): 50 કિલોનો બેગ માત્ર ₹250માં મળશે.
  • આ પર પણ સરકાર દ્વારા સબસિડી લાગુ છે જેથી ખેડૂતોને ભાર ન પડે.

ખેડૂતોને શું કરવું પડશે ?

જો કોઈ ખેડૂતને સસ્તા દરે સબસિડી સાથે ખાતર લેવું હોય તો તેને રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને સબસિડી માટે અરજી કરવાની રહેશે. એકવાર આ પ્રક્રિયા પૂરી કર્યા પછી ખેડૂતને DAP અને યુરિયા બંને ખાતર બજારમાંથી ઓછા ભાવમાં મળી શકશે.

Read more – ખેડૂતો માટે ખુશખબર! પાણીના ભાવમાં 7 HP Power Weeder – ઓછી મહેનત, વધુ નફો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top