e-Aadhaar: ભારતમાં આધાર કાર્ડ હવે વધુ સ્માર્ટ અને સરળ બનવા જઈ રહ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) એક નવી e-Aadhaar મોબાઇલ એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં લોકો પોતાના આધારમાં જરૂરી ફેરફાર ઘરે બેઠા કરી શકશે. હવે આધાર સેન્ટર પર લાંબી લાઈન લગાવવાની જરૂર નહીં રહે, કારણ કે મોબાઇલ એપ સીધી જ ડિજિટલ સર્વિસ આપશે.
e-Aadhaar એપ શું છે ?
e-Aadhaar એક નવી મોબાઇલ એપ્લિકેશન છે, જે આધારધારકોને પોતાનું નામ, જન્મ તારીખ, સરનામું અને ફોન નંબર જેવી મહત્વની વિગતો તરત જ અપડેટ કરવાની સગવડ આપશે. એપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને Face ID ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી સેવા સુરક્ષિત અને ઝડપી બને.
નવેમ્બરથી, ફક્ત બાયોમેટ્રિક અપડેટ માટે જ આધાર એનરોલમેન્ટ સેન્ટર જવું પડશે, જ્યારે બાકીની સર્વિસિસ સીધી સ્માર્ટફોનથી ઉપલબ્ધ થશે.
કયા દસ્તાવેજોથી થશે સપોર્ટ ?
આ એપ યુઝર્સને સરકારી સ્ત્રોતમાંથી સીધા જ દસ્તાવેજ ખેંચીને આપમેળે ચકાસણી કરશે. તેમાં નીચેના દસ્તાવેજો સામેલ હશે:
- જન્મ પ્રમાણપત્ર
- PAN કાર્ડ
- પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- રેશન કાર્ડ (PDS)
- મનરેગા સ્કીમના રેકોર્ડ્સ
- લાઇટબિલની માહિતી
આથી સરનામું કે અન્ય વિગતો બદલવામાં કોઈ મુશ્કેલી નહીં રહે.
ક્યારે થશે લોન્ચ ?
સરકારી અધિકારી મુજબ, આ એપ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. UIDAI નું કહેવું છે કે આ પગલું paperwork ઓછું કરશે, ફ્રૉડની શક્યતા ઘટાડશે અને પ્રોસેસ વધુ ઝડપથી પૂર્ણ થશે.
આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ
મંત્રાલયે તાજેતરમાં “Aadhaar Good Governance Portal” પણ શરૂ કર્યું છે. આ પોર્ટલ આધારીત ઑથન્ટિકેશન રિક્વેસ્ટની પ્રક્રિયા સરળ બનાવશે. જેનાથી આધાર સિસ્ટમ વધુ પારદર્શક, સર્વસામાન્ય માટે સરળ અને વપરાશકર્તા-મૈત્રીપૂર્ણ બનશે.
Read more – જૂના PAN કાર્ડ થશે અમાન્ય? PAN 2.0 અંગે સરકારનો મોટો નિર્ણય