Godown Sahay Yojana Gujarat 2025: ખેડૂતોને મળશે ₹75,000 સુધીની સબસિડી

Godown Sahay Yojana Gujarat 2025: ખેડૂતોને મળશે ₹75,000 સુધીની સબસિડી

Godown Sahay Yojana Gujarat 2025: ગુજરાત સરકારે ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે ગોડાઉન સહાય યોજના 2025 શરૂ કરી છે. ઘણા વખત અચાનક પડતા વરસાદ કે કુદરતી આપત્તિના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં પાક સાચવવા માટે પોતાનું ગોડાઉન બનાવવાની સહાય રાજ્ય સરકાર આપી રહી છે.

યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને પોતાનું પાક સંગ્રહ કરવા માટે મજબૂત ગોડાઉન બનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ₹75,000 સુધીની સહાય અથવા મહત્તમ 50% સબસિડી આપે છે.

ગોડાઉન સહાય યોજના 2025 – મુખ્ય મુદ્દા

  • યોજનાનું નામ: ગોડાઉન યોજના ગુજરાત 2025
  • લાભાર્થી: જમીન ધરાવતા ખેડૂત
  • સહાય રકમ: રૂ. 75,000 સુધી (50% સબસિડી)
  • વિભાગ: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • અરજી કરવાની વેબસાઇટ: ikhedut.gujarat.gov.in

પાત્રતા માપદંડ

  • માત્ર જમીન ધરાવતા ખેડૂત અરજી કરી શકે.
  • એક જ 8A ખાતા દીઠ જીવનકાળમાં ફક્ત એક જ વાર સહાય મળશે.
  • ઓછામાં ઓછું 330 ચોરસ ફુટનું ગોડાઉન બાંધવું ફરજિયાત રહેશે.
  • બાંધકામ માટે મજબૂત દિવાલ, છત અને પાયો નક્કી કરેલ માપદંડ મુજબ હોવો જોઈએ.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • જમીનનો 8A ખાતાની નકલ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ
  • રેશનકાર્ડ
  • સંયુક્ત ખાતેદારો માટે બાહેધરી પત્ર
  • જો લાગુ પડે તો જાતિનું પ્રમાણપત્ર / દિવ્યાંગ સર્ટિફિકેટ

ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

  1. સૌપ્રથમ ikhedut.gujarat.gov.in ખોલો.
  2. “યોજનાઓ” વિભાગ પસંદ કરો.
  3. “કૃષિ વિભાગ” હેઠળ “પાક સંગ્રહ ગોડાઉન યોજના” પસંદ કરો.
  4. તમામ સૂચનાઓ વાંચીને “Apply Online” પર ક્લિક કરો.
  5. પહેલેથી રજીસ્ટ્રેશન હોય તો લોગિન કરો, નહીં તો નવું રજીસ્ટ્રેશન કરો.
  6. ફોર્મમાં જરૂરી વિગતો ભરી Save & Next કરો.
  7. જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ કન્ફર્મ કરો.
  8. અરજી નંબર પ્રાપ્ત કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી રાખો.

અરજી બાદની પ્રક્રિયા

અરજીની ચકાસણી થયા બાદ મંજૂરી મળે છે. ત્યારબાદ ખેડૂતને બાંધકામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે છે. બાંધકામ પૂરું થયા બાદ અને તમામ પુરાવા જમા કરાવ્યા પછી જ સહાય રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

ગોડાઉન યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મહત્તમ રૂ. 75,000 સુધીની સહાય મળે છે.

કોણ અરજી કરી શકે?

જમીન ધરાવતા ખેડૂતો આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે.

અરજી કઈ સાઈટ પર કરવી?

સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકાય છે.

Read more-ખેડૂતો માટે ખુશખબર! તબેલો અને પશુપાલન માટે મળશે 12 લાખ સુધીની સહાય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top