GSSSB Horticulture Inspector Vacancy 2025: ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ બાગાયત નિયામક કચેરી, ગાંધીનગરમાં બાગાયત નિરીક્ષક (Horticulture Inspector), વર્ગ-3 ની જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
- વિભાગ: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
- પોસ્ટનું નામ: બાગાયત નિરીક્ષક (વર્ગ-3)
- કુલ જગ્યાઓ: 14
- અરજી કરવાની તારીખો: 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2025 સુધી
- વેબસાઈટ: ojas.gujarat.gov.in
કેટેગરી પ્રમાણે જગ્યાઓ
- સામાન્ય વર્ગ (બિન અનામત) – 5
- આર્થિક રીતે નબળા વર્ગ – 1
- અનુસૂચિત જન જાતિ – 2
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – 5
- કુલ જગ્યાઓ – 14
શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સિટી/પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ
કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી
પગાર ધોરણ
પસંદ થયેલા ઉમેદવારને શરૂઆતમાં 5 વર્ષ માટે રૂ. 40,800 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે.પાંચ વર્ષ બાદ, સેવાઓ સંતોષકારક જણાયે, 7મા પગાર પંચના લેવલ-5 (₹29,200 થી ₹92,300) પ્રમાણે નિયમિત પગારધોરણ લાગુ પડશે.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
અનામત વર્ગોને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.
અરજી કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
- “Current Advertisement” વિભાગમાં જઈને GSSSB ભરતી પસંદ કરો.
- ઇચ્છિત પોસ્ટ પસંદ કરીને “Apply Online” પર ક્લિક કરો.
- માહિતી ભર્યા બાદ અંતિમ સબમિટ કરી, અરજીનો પ્રિન્ટ જરૂરથી રાખવો.
Read more – Ojas New Bharti 2025: 12 પાસ ઉમેદવારો માટે Fireman Cum Driver ની સરકારી નોકરી, પગાર ₹63,200 સુધી