GSSSB X-Ray Technician Bharti 2025 : આરોગ્ય વિભાગમાં 81 જગ્યાઓ માટે ભરતી, આજે જ કરો અરજી

GSSSB X-Ray Technician Bharti 2025 : આરોગ્ય વિભાગમાં 81 જગ્યાઓ માટે ભરતી, આજે જ કરો અરજી

GSSSB X-Ray Technician Bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની એક્સ-રે ટેકનીશિયન, વર્ગ-3ની કુલ 81 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

ભરતીની મુખ્ય વિગતો

  • સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
  • વિભાગ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
  • પોસ્ટ: એક્સ-રે ટેકનીશિયન, વર્ગ-3
  • કુલ જગ્યાઓ: 81
  • ઉંમર મર્યાદા: 18 થી 36 વર્ષ (અનામત વર્ગને નિયમ મુજબ છૂટછાટ)
  • અરજી કરવાની શરૂઆત: 1 સપ્ટેમ્બર 2025
  • અરજી વેબસાઈટ: ojas.gujarat.gov.in

જગ્યાઓનું વર્ગવાર વહેંચાણ

  • બિન અનામત (સામાન્ય) – 32
  • આર્થિક રીતે નબળા વર્ગ – 8
  • અનુ.જાતિ – 3
  • અનુ.જન જાતિ – 17
  • સા.શૈ.પ.વર્ગ – 21
  • કુલ – 81 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી.

રાષ્ટ્રીય મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્ય એક્સ-રે ટેકનીશિયન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.

કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી.

ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી.

પગાર ધોરણ

પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતમાં 5 વર્ષ માટે રૂ. 40,800 ફિક્સ માસિક પગાર મળશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રહી હોય તો ઉમેદવારોને સાતમા પગાર પંચ પ્રમાણે રૂ. 35,400 થી રૂ. 1,12,400 (લેવલ-6) પગારધોરણ હેઠળ નિયમિત નિમણૂક મળશે.

અરજી કરવાની રીત

  • ઉમેદવારોને ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
  • Current Advertisement” વિભાગમાં જઈને ભરતી પસંદ કરવી.
  • અરજી ફોર્મ ભરી “Apply Online” દ્વારા અરજી કરવાની રહેશે.
  • અંતમાં ફાઈનલ સબમીટ કરીને અરજીનો પ્રિન્ટ કાઢવો જરૂરી છે.

Read more – Gujarat Forest Guard Recruitment 2025 : હવે પહેલા લેખિત પરીક્ષા, પછી જ લેવાશે ફિઝિકલ ટેસ્ટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top