GST Rate Cut 2025: ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં GST ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ બદલાવથી સીધો લાભ સામાન્ય ગ્રાહકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને મળશે. ચાલો વિગતવાર જાણીએ ક્યાં ક્યાં વસ્તુઓ પર GST ઘટાડી દેવામાં આવ્યો છે અને ક્યાં શૂન્ય (Zero) GST લાગુ થશે.
Automobile Sectorમાં રાહત
સ્મોલ કાર્સ અને 350cc સુધીની ટૂ-વ્હીલર્સ પર GST દર 28%થી ઘટાડી 18% કરી દેવાયો છે.
હવે નાના વાહનો ખરીદવા સસ્તું થશે.
Agriculture Sectorમાં મોટો લાભ
- ટ્રેક્ટર્સ પર GST 12%થી ઘટાડીને 5% કરી દેવાયો.
- હર્વેસ્ટર્સ, થ્રેશર્સ, સ્પ્રિંકલર્સ, ડ્રિપ સિંચાઈ મશીનો, પૌલ્ટ્રી અને બી-કીપિંગ મશીનો પર પણ હવે GST 12% થી ઘટીને ફક્ત 5% રહ્યો.
- બાયો-પેસ્ટિસાઇડ્સ અને નેચરલ મિંથોલ પર પણ GST 12% થી ઘટીને 5% થયો.
ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનો ખરીદવામાં મોટી રાહત મળશે.
Zero GST – હવે આ વસ્તુઓ પર નહીં લાગે ટેક્સ
- સ્ટેશનરી આઇટમ્સ (નોટબુક, પેન્સિલ, શાર્પનર, લેબ બુક) પર GST 12% થી ઘટીને શૂન્ય કરી દેવાયો.
- ડેરી પ્રોડક્ટ્સ (પનીર, UHT દૂધ) પર GST 5% થી શૂન્ય કરી દેવાયો.
- લાઇફ સેવિંગ મેડિસિન્સ (33 દવાઓ) પર GST 12% / 5% થી ઘટાડીને શૂન્ય કરાયો.
- હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ (વ્યક્તિગત) પર GST 18% થી ઘટાડીને શૂન્ય કરાયો.
આથી સામાન્ય લોકોના રોજિંદા ખર્ચમાં સીધી બચત થશે.
આ નવા GST બદલાવથી હવે વાહનો સસ્તા થશે, ખેડૂતોના મશીનો સસ્તા થશે અને સ્ટેશનરી, દૂધના ઉત્પાદનો, દવાઓ તથા ઇન્સ્યોરન્સ પર હવે કોઈ ટેક્સ નહીં લાગે.
સરકારના આ પગલાથી સામાન્ય લોકો તથા ખેડૂતોને મોટો લાભ મળશે અને બજારમાં પણ રાહતનો માહોલ સર્જાશે.
Read more-GST ઘટાડા પછી અમૂલ lovers માટે ખુશખબર – 700 પ્રોડક્ટ્સ થયા સસ્તા, જાણો નવો ભાવ લિસ્ટ