Gujarat Board Prize Scheme 2025: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહિત બને અને તેમની મહેનતને યોગ્ય માન્યતા મળે. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ આકર્ષક ઇનામો આપવામાં આવશે.
યોજનાનો હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ છે કે મહેનતુ વિદ્યાર્થીઓને સન્માન આપીને તેમનો આત્મવિશ્વાસ વધારવો. તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે કે તેઓ અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે.
રાજ્ય કક્ષાએ ઇનામ
રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવતા વિદ્યાર્થીઓને ₹51,000 નો રોકડ ઇનામ આપવામાં આવશે. દ્વિતીય ક્રમને ₹41,000 અને તૃતીય ક્રમને ₹31,000 મળશે. આ ઇનામો વિજ્ઞાન, વાણિજ્ય અને કલા ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે.
જિલ્લા કક્ષાએ ઇનામ
જિલ્લા કક્ષાએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. અહીં પ્રથમ ક્રમ માટે ₹15,000, દ્વિતીય ક્રમ માટે ₹11,000 અને તૃતીય ક્રમ માટે ₹9,000 નો રોકડ ઇનામ આપવામાં આવશે.
અરજીની છેલ્લી તારીખ
આ પ્રોત્સાહક ઇનામ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. તેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓ સમયસર ઓનલાઇન અરજી કરવાની ખાતરી કરે.
કેવી રીતે કરશો અરજી ?
વિદ્યાર્થીઓએ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.sje.gujarat.gov.in પર જવું પડશે. ત્યાંથી જરૂરી માર્ગદર્શિકા તથા ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ રહેશે.