GUJCOST STEM Quiz: ₹2 કરોડના ઈનામ સાથે STEM Quiz 4.0,ફ્રી રજીસ્ટ્રેશન

GUJCOST STEM Quiz: ₹2 કરોડના ઈનામ સાથે STEM Quiz 4.0,ફ્રી રજીસ્ટ્રેશન

GUJCOST STEM Quiz: વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ગુજરાત સરકારે હવે વિદ્યાર્થીઓને જ્ઞાન અને પ્રતિભા અજમાવવાનો એક અનોખો અવસર આપ્યો છે. GUJCOST દ્વારા રાષ્ટ્રીય STEM Quiz 4.0 શરૂ કરવામાં આવી છે, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને જીતશે ₹2 કરોડ સુધીના ઈનામો. આ ક્વિઝમાં ભાગ લઈને વિદ્યાર્થીઓ પોતાનું જ્ઞાન વધારી શકે છે અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

રાષ્ટ્રીય STEM Quiz 4.0 શું છે ?

STEM નો અર્થ છે – Science, Technology, Engineering અને Mathematics. આજના આધુનિક યુગમાં આ ચારેય વિષયોનું મહત્વ ખુબજ વધારે છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્વિઝમાં કોણ ભાગ લઈ શકે ?

આ ક્વિઝ માટે બે લેવલ રાખવામાં આવ્યા છે:

  • Junior Level – ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ
  • Senior Level – ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે ખાસ ક્વિઝ બેન્ડ પુસ્તક પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

ઇનામોની માહિતી

કુલ મળીને ₹2 કરોડ સુધીના ઈનામો આપવામાં આવશે.

વિજેતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળશે.

ક્વિઝમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનમાં વધારો કરવાની મોટી તક મળશે.

રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

વિદ્યાર્થીઓએ 30 ઓક્ટોબર 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે ફ્રી છે.

ભાગ લેવા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવું પડશે: stemquiz.gujarat.gov.in

નિષ્કર્ષ

રાષ્ટ્રીય STEM Quiz 4.0” વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે. જ્ઞાન સાથે સાથે ઈનામ જીતવાની આકર્ષક તક ચૂકી ન જશો. જો તમે ધો. 6 થી 12ના વિદ્યાર્થી છો તો આજે જ ફ્રી રજીસ્ટ્રેશન કરો અને તમારી પ્રતિભાને રાષ્ટ્રીય મંચ પર પ્રદર્શિત કરો

Read more – જૂના PAN કાર્ડ થશે અમાન્ય? PAN 2.0 અંગે સરકારનો મોટો નિર્ણય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top