IB Recruitment 2025: ઈન્ટેલિજન્સ બ્યુરોમાં 394 જગ્યાઓ પર ભરતી, મળશે ₹81,100 સુધીનો પગાર

IB Recruitment 2025: ઈન્ટેલિજન્સ બ્યુરોમાં 394 જગ્યાઓ પર ભરતી, મળશે ₹81,100 સુધીનો પગાર

IB Recruitment 2025: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવતા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) માં નોકરી કરવાની તક આવી ગઈ છે. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો આ ભરતી તમારા માટે સુવર્ણ અવસર છે. IB એ જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ-II/ટેક (JIO-II/Tech) માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

કેટલા ખાલી સ્થાનો છે?

આ ભરતી અભિયાન અંતર્ગત કુલ 394 જગ્યાઓ ભરાશે. તેમાં કેટેગરી પ્રમાણે જગ્યાઓ આ મુજબ છે:

  • જનરલ (UR): 157
  • EWS: 32
  • OBC: 117
  • SC: 60ST: 28

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી ત્રણ વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા (Electronics, Telecommunication, IT, Computer Science વગેરે) અથવા સાયન્સમાં બેચલર ડિગ્રી (Physics, Maths, Electronics, Computer Science) હોવી જરૂરી છે.

ઉંમર મર્યાદા

  • લઘુત્તમ ઉંમર : 18 વર્ષ
  • મહત્તમ ઉંમર : 27 વર્ષ
  • અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.

પગાર ધોરણ

પસંદ થયેલા ઉમેદવારોને મહત્તમ ₹81,100 સુધીનો માસિક પગાર મળશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 ઓગસ્ટ 2025થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2025, રાત્રે 11:59 સુધી છે.

ફી કેટલી ભરવી પડશે ?

  • જનરલ/OBC/EWS ઉમેદવાર: ₹650 (₹100 પરીક્ષા ફી + ₹550 ભરતી ફી)
  • SC/ST અને તમામ મહિલા ઉમેદવાર: ₹550

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં થશે:

1. ઓનલાઈન ટેસ્ટ (Level-I) – કોમ્પ્યુટર આધારિત પરીક્ષા

2. સ્કીલ ટેસ્ટ (Level-II) – ટેકનિકલ જ્ઞાનની ચકાસણી

3. ઇન્ટરવ્યૂ (Level-III) – પર્સનાલિટી અને કોમ્યુનિકેશન સ્કિલ્સનું મૂલ્યાંકન

અરજી કેવી રીતે કરવી ?

  • સત્તાવાર વેબસાઇટ www.ncs.gov.in અથવા www.mha.gov.in પર જાઓ.
  • IB JIO Recruitment 2025 લિંક પર ક્લિક કરો.
  • ફી ભરીને અરજી સબમિટ કરો.

Read more – IBPS Clerk Recruitment 2025: સરકારી બેંકમાં નોકરી મેળવવાની વધુ એક તક, ગુજરાતમાં 753 જગ્યાઓ ખાલી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top