શું તમે જાણો છો? ₹20,000 સેલેરીથી પણ બની શકાય છે 1 કરોડનો ફંડ – જાણો કેવી રીતે

Investment tips

Investment tips: આજના સમયમાં દરેકનો સપનો હોય છે કે તે આર્થિક રીતે મજબૂત બને અને ભવિષ્યમાં કરોડપતિ બની જાય. પણ મોટાભાગના લોકો એવું માને છે કે નાની સેલેરીથી મોટું ફંડ બનાવી શકવું અશક્ય છે. ખાસ કરીને જ્યારે પગાર માત્ર ₹20,000 જ હોય. ઘરના ખર્ચ, બાળકોની ફી, મેડિકલ બિલ, EMI અને રોજિંદી જરૂરિયાતો વચ્ચે બચત કરવી મુશ્કેલ લાગે છે. પરંતુ સાચી ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને અનુશાસન રાખીને, નાની સેલેરીમાં પણ કરોડપતિ બનવું શક્ય છે.

શા માટે જરૂરી છે ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ ?

ઘણા લોકોને લાગે છે કે કરોડપતિ બનવા માટે લાખો રૂપિયાની સેલેરી હોવી જ જોઈએ. હકીકતમાં રમત છે યોગ્ય પ્લાનિંગ અને કમ્પાઉન્ડિંગની શક્તિની. જો તમે દર મહિને થોડા રૂપિયા પણ સતત બચાવીને ઈન્વેસ્ટ કરો, તો વર્ષો પછી એ જ રકમ કરોડોમાં ફેરવાઈ શકે છે.

કેવી રીતે બનાવી શકાય 1 કરોડનું ફંડ ?

માનો કે તમારી માસિક સેલેરી ₹20,000 છે અને તમે દર મહિને ₹4,000 SIP (Systematic Investment Plan) માં મૂકો છો. સાથે જ દર વર્ષે SIP માં 10%નો વધારો કરો (Step-up SIP). જો સરેરાશ 12% વાર્ષિક રિટર્ન મળે, તો લગભગ 22 વર્ષમાં તમે કરોડપતિ બની શકો છો.

કેલ્ક્યુલેશન:

માસિક SIP: ₹4,000

સ્ટેપ-અપ: 10% દર વર્ષે

સરેરાશ રિટર્ન: 12%

સમયગાળો: 22 વર્ષ

કુલ રોકાણ: ₹34.27 લાખ

કુલ ફંડ: ₹1.01 કરોડ+

ઓછા પગારવાળાઓ માટે ખાસ ટ્રીક – 50:30:20 રૂલ

જો તમારી સેલેરી ઓછી છે, તો આ રૂલ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે:

  • 50% આવક – જરૂરી ખર્ચ (રેન્ટ, EMI, બિલ, ફી)
  • 30% આવક – લાઈફસ્ટાઈલ (શોપિંગ, મનોરંજન)
  • 20% આવક – બચત અને ઈન્વેસ્ટમેન્ટ (SIP, PPF, FD, NPS)

આ રીતે તમે ખર્ચ નિયંત્રિત કરીને ભવિષ્ય માટે મજબૂત ફંડ બનાવી શકો છો.

વહેલા ઈન્વેસ્ટમેન્ટનો સૌથી મોટો સિક્રેટ

જો તમે 25 વર્ષની ઉંમરે SIP શરૂ કરો છો, તો 20–25 વર્ષમાં કરોડોનું ફંડ બનાવી શકો છો. પરંતુ જો 35 કે 40 પછી શરૂ કરશો, તો સમાન ફંડ માટે ડબલ રોકાણ કરવું પડશે. એટલે જલદી શરૂઆત કરવી જ સફળતાની ચાવી છે.

કયા ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન પર ફોકસ કરવું?

  • મ્યુચ્યુઅલ ફંડ SIP – લાંબા ગાળે 12% સુધી રિટર્ન
  • PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) – સુરક્ષિત રોકાણ + ટેક્સ લાભ
  • FD (ફિક્સ્ડ ડિપોઝિટ) – ગેરંટી રિટર્ન (રિટર્ન ઓછું)
  • NPS (નેશનલ પેન્શન સ્કીમ) – રિટાયરમેન્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પ

Read more – ઘરેથી જ મેળવો ₹90,000 નો લોન – SBI e Mudra Loan 2025 ની સંપૂર્ણ માહિતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top