IRCTC Aadhaar Linking: ભારતીય રેલવે મુસાફરોને ન્યાયપૂર્ણ રીતે ટિકિટ મળે તે માટે નવી નિયમાવલી લાવી રહ્યું છે. 1 ઑક્ટોબર, 2025થી જો તમારું IRCTC અકાઉન્ટ આધાર સાથે લિંક નથી, તો ટિકિટ બુકિંગ શરૂ થતા પહેલા 15 મિનિટમાં તમે ટિકિટ બુક કરી શકશો નહીં. આ નિયમ ખાસ કરીને સામાન્ય મુસાફરોને ફાયદો પહોંચાડવા માટે બનાવાયો છે.
રેલ્વે મંત્રાલય મુજબ, ઘણા એજન્ટો અને ફેક અકાઉન્ટ ધરાવતા લોકો બુકિંગ ખુલતાં જ સીટ બ્લોક કરી લેતા હતા. જેના કારણે સાચા મુસાફરોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. હવે આધાર વેરિફિકેશન ફરજિયાત થતાં ફક્ત ઓથેન્ટિક યૂઝર જ પહેલા 15 મિનિટમાં બુકિંગ કરી શકશે. એજન્ટો માટે પહેલાથી જે 10 મિનિટનો લિમિટ છે તે ચાલુ રહેશે.
તમારું અકાઉન્ટ આધાર સાથે જોડાયેલું છે કે નહીં તે કેવી રીતે તપાસશો ?
- IRCTC ની વેબસાઇટ અથવા એપમાં લૉગિન કરો.
- “My Account” માં જઈ “My Profile” ઓપન કરો.
- અહીં તમને Aadhaar KYC વિકલ્પ મળશે.
- જો તમારું અકાઉન્ટ આધાર સાથે જોડાયેલું હશે તો “KYC Verified” અથવા “Aadhaar Verified” દેખાશે.
- જો લિંક ન હોય તો તમારે આધાર નંબર નાખવાનો રહેશે.
આધાર કેવી રીતે લિંક કરશો ?
- IRCTC અકાઉન્ટમાં લૉગિન કરો.
- “My Profile” માંથી “Aadhaar KYC” પર ક્લિક કરો.
- તમારો 12 અંકનો આધાર નંબર નાખો અને Submit કરો.
- આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર OTP આવશે.
- OTP નાખતા જ તમારું અકાઉન્ટ આધાર સાથે જોડાઈ જશે અને “Aadhaar Verified” દર્શાવશે.
Read more-NPS Account New Rules 2025: 1લી ઓક્ટોબરથી નવા નિયમો લાગુ, જાણો સંપૂર્ણ માહિતી