Kisan Credit Card: ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ખેતી-વાડીના કામો માટે ઘણી વાર પૈસાની તંગી ઉભી થાય છે. આવા સમયમાં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card – KCC) ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
કિસાન ક્રેડિટ કાર્ડમાં શું મળે છે ?
કિસાન ક્રેડિટ કાર્ડ એક જાહેર કલ્યાણકારી યોજના છે. પહેલા આ યોજનામાં ₹3 લાખ સુધીનો લોન મળતો હતો, પરંતુ હવે સરકાર દ્વારા તેની મર્યાદા વધારીને ₹5 લાખ કરવામાં આવી છે.
- પાક માટે : ₹3 લાખ સુધીનો લોન
- ખેતી સંબંધિત કામો માટે : ₹2 લાખ સુધીનો લોન
અટલે કુલ મળીને ખેડૂતોને હવે ₹5 લાખ સુધીનો લોન મેળવી શકાય છે.
વ્યાજ દર કેટલો છે ?
આ લોન ખૂબ ઓછા વ્યાજે મળે છે.
- મૂળ વ્યાજ દર : 7%
- સરકાર તરફથી 2% વ્યાજ સહાય
- સમયસર ચુકવણી પર 3%ની વધુ છૂટ
એટલે ખેડૂતોને માત્ર 4% વ્યાજ ચૂકવવું પડે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ખેડૂત ₹5 લાખનો લોન લે છે, તો દર વર્ષે માત્ર ₹20,000 જેટલું વ્યાજ જ ચૂકવવું પડશે.
અરજી કેવી રીતે કરશો ?
કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે.
- ખેડૂતો પોતાની પસંદગીના બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જવું.
- હોમપેજ પર Kisan Credit Card વિકલ્પ પર ક્લિક કરવું.
- ત્યારબાદ અરજી (Apply) બટન પર ક્લિક કરો.
- એક નવો પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરો.
- Submit કર્યા પછી તમને રેફરન્સ નંબર મળશે.
- જો તમે પાત્ર હશો તો બેંક 5 દિવસની અંદર તમારા સંપર્કમાં આવશે.
અંતિમ વાત
કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે જીવનરક્ષક યોજના સાબિત થઈ રહી છે. ઓછા વ્યાજે લોન મળી રહેતા ખેતીના તમામ કામોમાં સહેલાઈ થાય છે. જો તમે હજુ સુધી કિસાન ક્રેડિટ કાર્ડ લીધું નથી, તો તરત જ અરજી કરો અને ₹5 લાખ સુધીના લોનનો લાભ મેળવો.
Read more-PM Kisan 21મી કિસ્ત 2025: દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા, જાણો સંપૂર્ણ માહિતી