LIC AAO Recruitment 2025 Apply Online: ભારતની અગ્રણી ઇન્સ્યોરન્સ કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ વર્ષ 2025 માટે મોટી ભરતી જાહેર કરી છે. આ ભરતી હેઠળ અસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (AAO – Generalist & Specialist) અને અસિસ્ટન્ટ એન્જિનિયર (AE – સિવિલ/ઇલેક્ટ્રિકલ) સહિત કુલ 841 ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પડી છે. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો આ સારો મોકો બની શકે છે.
LIC AAO ભરતી 2025
ઇવેન્ટ | તારીખ |
---|---|
જાહેરાત તારીખ | 16 ઑગસ્ટ 2025 |
અરજી શરૂ થવાની તારીખ | 16 ઑગસ્ટ 2025 |
છેલ્લી તારીખ | 8 સપ્ટેમ્બર 2025 |
પ્રિલિમ પરીક્ષા (અનુમાનિત) | 3 ઑક્ટોબર 2025 |
મેઈન પરીક્ષા (અનુમાનિત) | 8 નવેમ્બર 2025 |
ખાલી જગ્યાઓની વિગત
- AAO (Generalist) : 350 જગ્યાઓ
- AAO (Specialist) : 410 જગ્યાઓ
- AE (Civil/Electrical) : 81 જગ્યાઓ
કુલ : 841 જગ્યાઓ
લાયકાત
- ઉંમર મર્યાદા : 21 થી 30 વર્ષ (SC/ST/OBC/PwBD ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ)
- શૈક્ષણિક લાયકાત :
- AAO Generalist : ગ્રેજ્યુએશન (કોઈપણ વિષય)
- AAO Specialist : CA, CS, કાયદો, એક્ચ્યુરિયલ કે ઇન્સ્યોરન્સ સંબંધિત ડિગ્રી
- AE (Civil/Electrical) : B.E./B.Tech + ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ
પગાર અને સુવિધાઓ
LICમાં બેસિક પે ₹88,635 થી શરૂ થાય છે. સાથે મળતા ભથ્થાંને ઉમેરતા, ઉમેદવારને દર મહિને અંદાજે ₹1.26 થી ₹1.69 લાખ સુધીનું પેકેજ મળી શકે છે, ખાસ કરીને મેટ્રો શહેરોમાં.
અરજી ફી
- General/OBC/EWS : ₹700 + GST
- SC/ST/PwBD : ₹85 + GST
ફી માત્ર ઑનલાઇન મોડ માં ભરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
- પ્રિલિમ પરીક્ષા (ઑબ્જેક્ટિવ)
- મેઈન પરીક્ષા (ઑબ્જેક્ટિવ + વર્ણનાત્મક)
- ઇન્ટરવ્યુ
- મેડિકલ ટેસ્ટ
અંતિમ મેરિટમાં મેઈન + ઇન્ટરવ્યુ માર્ક્સ ગણવામાં આવશે.
અરજી કરવાની રીત
- સત્તાવાર વેબસાઇટ licindia.in → Careers પર જાઓ.
- રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી રાખો.
Read more-