LPG Cylinder Price: દેશભરમાં નવા GST રેટ્સ લાગુ થયા બાદ લોકોમાં સૌથી મોટો પ્રશ્ન ઉઠ્યો કે હવે LPG સિલિન્ડર સસ્તો થશે કે કેમ? GST કાઉન્સિલની બેઠક 3 સપ્ટેમ્બરે યોજાઈ હતી, જેમાં 2017 બાદનો સૌથી મોટો સુધારાની જાહેરાત થઈ હતી. અત્યાર સુધી ચાર GST સ્લેબ લાગુ હતાં, પરંતુ હવે માત્ર બે જ સ્લેબ રહી ગયા છે – 18% અને 5%.
LPG સિલિન્ડર ભાવમાં કોઈ ફેરફાર નહીં
ગૃહવાપરાનો સિલિન્ડર પહેલા પણ 5% GST હેઠળ આવતો હતો અને કોમર્શિયલ સિલિન્ડર પર 18% GST લાગુ થતો હતો. નવા નિયમો પછી પણ આ ટેક્સ દરમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થવાનો નથી. ગ્રાહકોને પહેલા જેવું જ ચૂકવવું પડશે.
કયા સામાન થશે સસ્તા ?
GST ઘટાડાનો સીધો લાભ હવે ખાદ્ય સામાન પર જોવા મળશે. ઘી, માખણ, ચીઝ, પિકલ્સ જેવા FMCG પ્રોડક્ટ્સ હવે વધારે સસ્તા મળશે. મોટા ભાગની કંપનીઓ ટૂંક સમયમાં તેમના પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.
ઇલેક્ટ્રોનિક્સમાં મોટો ઘટાડો
નવા GST નિયમો બાદ ટીવી, એસી, ડિશવોશર અને વોશિંગ મશીન જેવા સામાન પણ સસ્તા થશે. રિપોર્ટ મુજબ, ટીવીમાં ₹2,500થી લઈને ₹85,000 સુધીનો ઘટાડો થઈ શકે છે. રૂમ એસી પર લગભગ ₹4,700 અને ડિશવોશર પર ₹8,000 સુધીની બચત થશે.
વાહનોના ભાવમાં રાહત
4 મીટર કે તેથી ઓછા કદની ગાડીઓ પર હવે 18% GST લાગશે, જ્યારે પહેલાં એ 28% હેઠળ આવતી હતી. એટલે નાના વાહનોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. મોટી કે લક્ઝરી ગાડીઓ પર હાલ પણ 28% ટેક્સ લાગુ રહેશે.
આરોગ્ય ક્ષેત્રમાં મોટી રાહત
સરકારે 33 જીવનરક્ષક દવાઓને GSTમાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે. ઉપરાંત મેડિકલ ડિવાઇસ પર GST ઘટાડી હવે માત્ર 5% રાખવામાં આવ્યો છે. આથી દર્દીઓને સારવાર ખર્ચમાં રાહત મળશે.
Read more-પાવર વીડર 7HP પર ખાસ દિવાળી ઑફર – હવે ખેડૂત મિત્રો માટે માત્ર ₹35,000 માં!