naval dockyard recruitment 2025: ભારતીય નૌકાદળના નેવલ ડોકયાર્ડ, મુંબઈમાં યુવાનો માટે સુવર્ણ તક આવી છે. તાજેતરમાં અપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતી માટે ઉમેદવાર પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે. જો તમે ITI પાસ છો અને નૌકાદળમાં કામ કરવાનો સપનો જુઓ છો, તો આ ભરતી તમારા માટે એક મોટો અવસર બની શકે છે.
કુલ જગ્યાઓ
આ ભરતી અભિયાન હેઠળ કુલ 286 જગ્યાઓ ભરવામાં આવશે.
લાયકાત
ઉમેદવારએ માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં ITI (NCVT/SCVT) પૂર્ણ કરેલું હોવું જોઈએ.
સાથે જ 8મી કે 10મી પાસ હોવું જરૂરી છે.
વય મર્યાદા
ન્યૂનતમ વય : 14 વર્ષ
મહત્તમ વયની કોઈ મર્યાદા નથી. એટલે કે મોટા વયના ઉમેદવાર પણ અરજી કરી શકશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી પ્રક્રિયા ત્રણ સ્ટેજમાં પૂર્ણ થશે:
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ ટેસ્ટ
પરીક્ષા પેટર્ન
પરીક્ષા OMR આધારિત રહેશે.
કુલ 100 ગુણની પરીક્ષા 2 કલાકની રહેશે.
વિષયો :
- વિજ્ઞાન : 35 ગુણ
- ગણિત : 35 ગુણ
- જનરલ નોલેજ : 30 ગુણ
તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રકારના હશે.
પરીક્ષા ગુજરાતી/હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ રહેશે.
ખાસ વાત : નેગેટિવ માર્કિંગ નહીં હોય.
પગાર (સ્ટાઇપેન્ડ)
ઉમેદવારોને Apprentices Act મુજબ માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ registration.ind.in પર જઈ રજિસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ લોગિન આઈડી અને પાસવર્ડ મેળવીને એપ્લિકેશન ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેનું પ્રિન્ટઆઉટ કાઢી રાખો.
મહત્વની તારીખ
લેખિત પરીક્ષા ઓક્ટોબર 2025માં મુંબઈમાં યોજાશે.
Read more-