Navratri 2025: ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને ખેલૈયાઓ માટે ખુશખબર આવી છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે આ વર્ષે ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી રહી છે. ખાસ કરીને યુવાનો અને મહિલાઓ માટે આ નિર્ણય આનંદની લહેર લાવ્યો છે.
મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે આ વખતે ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબા રમવા માટે પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણય રાજ્યભરના ખેલૈયાઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે.
સુરક્ષા માટે કડક વ્યવસ્થા
ગરબા આયોજકોને ફરજિયાત રીતે HD CCTV કેમેરા લગાવવાનો રહેશે. કેમેરા વગર પરમીશન આપવામાં નહીં આવે. સાથે જ, પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે 15 IPS, 30 ACP, 160 PI, 250 PSI તેમજ 5000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે 49 SHE ટીમો પણ કાર્યરત રહેશે.
ખેલૈયાઓ માટે ખાસ સુચના
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેલૈયાઓ જો ક્યાંય તકલીફમાં હોય તો તેઓ તરત જ 112 પર ફોન કરી મદદ મેળવી શકે છે.
ગુજરાતમાં નવરાત્રિ 2025 ખેલૈયાઓ માટે ખાસ બનવાની છે. મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ, સુરક્ષાની કડક વ્યવસ્થા અને CCTV કવરેજ સાથે આ વર્ષે ખેલૈયાઓ નિરાંતે ગરબા રમી શકશે.
Read more – NCERT મોટી જાહેરાત: ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને મળશે ફ્રી ઓનલાઇન ભણતર, મળશે સર્ટિફિકેટ પણ