NCERT Free online course: એ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ શરૂ કરી છે. હવે વિદ્યાર્થીઓને ફ્રી ઓનલાઇન કોર્સ મારફતે ઘર બેઠા ભણવાની તક મળશે. આ કોર્સ SW ટફોર્મ પર ઉપલબ્ધ રહેશે જેમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેના લેકચર આપવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
કયા વિષયો ભણાવવામાં આવશે?
ધોરણ | વિષય |
---|---|
11-12 | અર્થશાસ્ત્ર |
11-12 | જીવવિજ્ઞાન (Biology) |
11-12 | ભૌતિકવિજ્ઞાન (Physics) |
11-12 | રાસાયણશાસ્ત્ર (Chemistry) |
11-12 | ગણિત (Mathematics) |
11-12 | ભૂગોળ (Geography) |
આ વિષયોનો અભ્યાસ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મદદરૂપ થશે.
રજીસ્ટ્રેશન અને સમયગાળો
- રજીસ્ટ્રેશન શરૂ: 22 સપ્ટેમ્બર, 2025
- અંતિમ તારીખ: 20 જાન્યુઆરી, 2026
- કોર્સનો સમયગાળો: 24 અઠવાડિયા
- અંતિમ પરીક્ષા: 2 માર્ચ, 2026
સર્ટિફિકેટ કેવી રીતે મળશે?
વિદ્યાર્થીઓએ અંતિમ પરીક્ષા આપવી પડશે. જો કોઈ વિદ્યાર્થી 60% થી વધુ માર્ક્સ મેળવશે, તો તેને NCERT તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે.
ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે NCERT દ્વારા શરૂ કરાયેલ આ ફ્રી ઓનલાઇન કોર્સ એક સોનેરી તક છે. ઘર બેઠા ભણવાની સુવિધા, નિષ્ણાત શિક્ષકોના લેકચર અને સર્ટિફિકેટ મળવાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિશાળ લાભ થશે.
વિદ્યાર્થીઓ swayam.gov.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે.