NHPC Recruitment 2025: નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) તરફથી નવા ભરતી નોટિફિકેશનની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત નોન-એક્ઝિક્યુટિવ કેડરની કુલ 247 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. સરકારી નોકરીની તક શોધી રહેલા ઉમેદવારો માટે આ મોટી તક સાબિત થઈ શકે છે.
મુખ્ય વિગતો
- સંસ્થા : NHPC લિમિટેડ
- પોસ્ટ : નોન-એક્ઝિક્યુટિવ
- કુલ જગ્યાઓ : 247
- ઉંમર મર્યાદા : મહત્તમ 30 વર્ષ (છૂટછાટ નિયમ મુજબ)
- અરજી પ્રક્રિયા : ઓનલાઈન
- શરૂઆતની તારીખ : 2 સપ્ટેમ્બર 2025
- છેલ્લી તારીખ : 1 ઓક્ટોબર 2025
- વેબસાઈટ : nhpcindia.com
જગ્યાઓનું વિભાજન
- આસિસ્ટન્ટ ઓફિશિયલ લેંગ્વેજ – 11
- જુનિયર એન્જિનિયર (સિવિલ) – 109
- જુનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ) – 45
- જુનિયર એન્જિનિયર (મિકેનિકલ) – 49
- જુનિયર એન્જિનિયર (ઈ એન્ડ સી) – 17
- સુપરવાઇઝર (IT) – 1
- સિનિયર એકાઉન્ટન્ટ – 10
- હિન્દી ટ્રાન્સલેટર – 5
પગાર ધોરણ
પોસ્ટ અનુસાર ઉમેદવારોને આકર્ષક પગાર મળશે. જુનિયર એન્જિનિયર માટે ₹29,600થી ₹1,19,500 સુધીનો પગાર નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે આસિસ્ટન્ટ ઓફિશિયલ લેંગ્વેજ માટે ₹40,000થી ₹1,40,000 સુધીનો પગાર મળશે.
લાયકાત અને ઉંમર મર્યાદા
દરેક પોસ્ટ માટે અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે ટેક્નિકલ પોસ્ટ માટે ડિપ્લોમા/ડિગ્રી જરૂરી રહેશે. ઉમેદવારોની મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. SC/ST, OBC તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા થશે. પરીક્ષામાં કુલ 200 ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં વિષય સંબંધિત પ્રશ્નો સાથે સામાન્ય જ્ઞાન અને તર્કશક્તિનો સમાવેશ કરવામાં આવશે. ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ પણ રહેશે.
અરજી ફી
- સામાન્ય, OBC, EWS ઉમેદવાર – ₹600
- SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવાર – ફીમાંથી છૂટ
કેવી રીતે અરજી કરવી ?
ઉમેદવારોને NHPCની સત્તાવાર વેબસાઈટ nhpcindia.com પર જઈ Career વિભાગ ખોલવો પડશે. ત્યાંથી ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ ફી ભરવી પડશે.
Read more-