OJAS GSSSB Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મોટી ખબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેર કરાયેલી વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ આજે 15 સપ્ટેમ્બર 2025 છે. રાત્રે 11.59 વાગ્યા સુધી ઉમેદવારો અરજી કરી શકશે.
આ ભરતી હેઠળ કુલ 269 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે, જેમાં એક્સ-રે આસિસ્ટન્ટથી લઈને મ્યુનિસિપલ ઈજનેર સુધીની પોસ્ટ સામેલ છે. જો તમે હજી સુધી અરજી નથી કરી તો આજનો દિવસ તમારા માટે છેલ્લો મોકો છે.
GSSSB ભરતી 2025માં ઉપલબ્ધ જગ્યાઓ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતી અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે:
પોસ્ટનું નામ | જગ્યાઓની સંખ્યા |
---|---|
એક્સ-રે આસિસ્ટન્ટ, વર્ગ-3 | 40 |
ફાયરમેન કમ ડ્રાઈવર, વર્ગ-3 | 13 |
મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3 | 75 |
મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-3 | 60 |
એક્સ-રે ટેક્નીશિયન, વર્ગ-3 | 81 |
કુલ જગ્યાઓ – 269
આ તમામ પોસ્ટો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે અને આજે રાત્રે બંધ થઈ જશે.
અરજી કરવાની પ્રક્રિયા
જો તમે અરજી કરવા માંગતા હો, તો નીચે મુજબની સ્ટેપ્સ ફોલો કરો:
- સૌપ્રથમ Ojas Gujarat વેબસાઈટ ખોલો.
- “Current Advertisement” સેક્શનમાં જઈ GSSSB ભરતી પસંદ કરો.
- તમારી લાયકાત મુજબની પોસ્ટ પર ક્લિક કરીને “Apply Online” પર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરીને અરજી ફોર્મ પૂર્ણ કરો.
- ફાઈનલ સબમિટ કર્યા પછી અરજીનો પ્રિન્ટ ચોક્કસ કાઢી રાખો.
શા માટે ચૂકશો નહીં આ તક ?
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા અનેક ઉમેદવારો સતત મહેનત કરે છે. GSSSB ભરતી ઉમેદવારોને સરકારી સેવા સાથે સારો પગાર અને સ્થિર કારકિર્દી આપે છે.
ખાસ કરીને હેલ્થકેર અને મ્યુનિસિપલ વિભાગની જગ્યાઓ પર કામ કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી ખૂબ જ સારી તક છે.
છેલ્લી તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર 2025, રાત્રે 11.59 વાગ્યા સુધી
જો તમે લાયક છો અને હજી સુધી અરજી નથી કરી, તો તરત જ OJAS પોર્ટલ મારફતે અરજી પૂર્ણ કરો. આજે પછી અરજી કરવાની કોઈ તક નહીં મળે.
Read more-Vadodara Bharti 2025: પરીક્ષા વગર સીધી ₹50,000 પગારની નોકરી, તાત્કાલિક અરજી કરો