જૂના PAN કાર્ડ થશે અમાન્ય? PAN 2.0 અંગે સરકારનો મોટો નિર્ણય

જૂના PAN કાર્ડ થશે અમાન્ય? PAN 2.0 અંગે સરકારનો મોટો નિર્ણય

PAN Card 2.0: ભારતમાં લગભગ દરેક વ્યક્તિ પાસે PAN કાર્ડ હોય છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, કારણ કે વિવિધ નાણાકીય લેવડદેવડ માટે PAN કાર્ડની જરૂર પડે છે. આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવતું આ કાર્ડ 10 અંક તથા અક્ષરોવાળું યુનિક નંબર ધરાવે છે, જે દરેક વ્યક્તિ માટે અલગ હોય છે.

PAN Card 2.0 શું છે ?

ભારત સરકારે હવે “PAN Card 2.0” પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ નવા પેન કાર્ડમાં ખાસ QR કોડ અને વધારાની સુરક્ષા સુવિધાઓ હશે. જેના કારણે તેનો ઉપયોગ વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનશે.

શું જૂના PAN Card રદ થઈ જશે ?

ઘણા લોકોમાં પ્રશ્ન છે કે હવે જૂના PAN કાર્ડ અમાન્ય થઈ જશે કે કેમ? પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જૂના PAN કાર્ડ ચાલુ જ રહેશે. એટલે કે, જો તમારા પાસે પહેલેથી જ PAN કાર્ડ છે તો તમને નવો PAN 2.0 લેવા માટે કોઈ અરજી કરવાની જરૂર નથી.

કોને મળશે PAN Card 2.0 ?

જો તમે પ્રથમ વખત નવો PAN કાર્ડ માટે અરજી કરો છો તો તમને સીધો PAN Card 2.0 મળશે.

જો તમારા જૂના PAN કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માટે અરજી કરશો તો તમને નવું PAN 2.0 કાર્ડ આપવામાં આવશે.

પહેલાથી જ માન્ય PAN કાર્ડ ધરાવતા લોકોને PAN 2.0 માટે અલગથી અરજી કરવાની જરૂર નથી.

શું કોઈ ફી ચૂકવવી પડશે ?

સરકાર દ્વારા આપવામાં આવતું PAN Card 2.0 સંપૂર્ણ મફત રહેશે. નાગરિકોને માટે કોઈ વધારાનો ખર્ચ કરવો નહીં પડે.

Read more – NPS Account New Rules 2025: 1લી ઓક્ટોબરથી નવા નિયમો લાગુ, જાણો સંપૂર્ણ માહિતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top