PF ખાતાધારકો માટે ખુશખબર: EPFOએ લોન્ચ કર્યું Passbook Lite, Annexure K હવે ઘરે બેઠા ડાઉનલોડ કરો

PF ખાતાધારકો માટે ખુશખબર: EPFOએ લોન્ચ કર્યું Passbook Lite, Annexure K હવે ઘરે બેઠા ડાઉનલોડ કરો

EPFO (Employees’ Provident Fund Organization)એ તેના સભ્યો માટે નવી ડિજિટલ સર્વિસ “Passbook Lite” લોન્ચ કરી છે. આ સુવિધા દ્વારા હવે PF સંબંધિત તમામ માહિતી ઝડપથી અને સહેલાઈથી મળી શકશે. ખાસ વાત એ છે કે હવે PF ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે કે Annexure K પણ સભ્ય પોતે જ ડાઉનલોડ કરી શકશે.

શું છે Passbook Lite ?

Passbook Lite દ્વારા હવે સભ્યોએ વારંવાર લોગિન કરવાની કે લાંબી પ્રક્રિયા કરવી પડશે નહીં. ફક્ત EPFOના સભ્ય પોર્ટલ પર જઈને તમે સરળતાથી જોઈ શકશો:

  • તમારા PF ખાતામાં હાલ કેટલો બેલેન્સ છે
  • અત્યાર સુધી કેટલી રકમ ઉપાડેલી છે.
  • તાજેતરના ટ્રાન્ઝેક્શનની વિગતો

સાથે જ Annexure K PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. અગાઉ આ દસ્તાવેજ ફક્ત PF ઓફિસો વચ્ચે જ વહેંચાતો હતો, પરંતુ હવે સભ્ય પોતે જ તેને મેળવી શકશે.

PF ટ્રાન્સફર થશે ઝડપી

નોકરી બદલતા વખતે સૌથી મોટી મુશ્કેલી PF ટ્રાન્સફર અને સર્વિસ પીરિયડ એડ કરાવવાની રહેતી હતી. હવે આ પ્રક્રિયા પણ સરળ બની છે. Passbook Lite દ્વારા સભ્યો જાણી શકશે કે તેમનો PF જૂના ખાતાથી નવા ખાતામાં ટ્રાન્સફર થયો છે કે નહીં અને સર્વિસ પીરિયડ ઉમેરાયો છે કે નહીં.

ભવિષ્યમાં પેન્શન માટે ફાયદાકારક

સર્વિસ પીરિયડનું સાચું રેકોર્ડિંગ EPS (Employees’ Pension Scheme) માટે ખુબ જ જરૂરી છે. હવે ઓનલાઈન તમામ વિગતો ઉપલબ્ધ હોવાથી પેન્શન સેટલમેન્ટમાં પણ સરળતા થશે.

Read more – Sell Old 1 rupees coin: જૂનો 1 રૂપિયાનો સિક્કો આજે કરોડોની કિંમતનો – તપાસો તમારી પાસે છે કે નહીં

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top