PGVCL Bharti 2025 : કંપની સેક્રેટરી પોસ્ટ માટે ₹1.10 લાખ સુધીનો પગાર, આજે જ અરજી કરો

PGVCL Bharti 2025 : કંપની સેક્રેટરી પોસ્ટ માટે ₹1.10 લાખ સુધીનો પગાર, આજે જ અરજી કરો

PGVCL Bharti 2025: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા કંપની સેક્રેટરી પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ સ્થિત કોર્પોરેટ ઓફિસ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. કંપની કાનૂન, કાનૂની પાલન અને કોર્પોરેટ ગવર્નન્સ ક્ષેત્રે અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.

ભરતીની મુખ્ય વિગતો

  • સંસ્થા નામ : પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)
  • પદ નામ : કંપની સેક્રેટરી
  • કુલ જગ્યાઓ : 01
  • સ્થાન : કોર્પોરેટ ઓફિસ, રાજકોટ
  • અરજી કરવાની રીત : ઑફલાઇન (RPAD/સ્પીડ પોસ્ટ)
  • છેલ્લી તારીખ : 09 સપ્ટેમ્બર 2025

લાયકાત અને અનુભવ

  • કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ફરજિયાત છે.
  • ICSI સભ્યતા હોવી જરૂરી છે.
  • LL.B ડિગ્રી ધરાવતા ઉમેદવારને વિશેષ પ્રાથમિકતા મળશે.
  • ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ પબ્લિક લિમિટેડ કંપની (₹100 કરોડથી વધુ ટર્નઓવર) અથવા રાજ્ય/કેન્દ્ર સરકારની PSUમાં ફરજિયાત છે.
  • કંપની કાનૂન, રિપોર્ટ/મીટિંગ મિનિટ્સ તૈયાર કરવી, SEBI નિયમો, કોર્પોરેટ ગવર્નન્સ અને કાનૂની બાબતોમાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

પગાર અને સુવિધાઓ

પસંદ થયેલા ઉમેદવારને દર મહિને ₹55,600 થી ₹1,10,100 સુધીનો પગાર મળશે. સાથે અન્ય ભથ્થાં અને સુવિધાઓ કંપનીના નિયમ મુજબ મળશે.

વય મર્યાદા

  • મહત્તમ વય : 40 વર્ષ (20 ઑગસ્ટ 2025 સુધી).
  • અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ 5 વર્ષ સુધીની છૂટ મળશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની લાયકાત અને અનુભવ આધારિત શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
  • ત્યારબાદ ઇન્ટરવ્યુ અથવા અન્ય પ્રક્રિયા દ્વારા અંતિમ પસંદગી થશે.

કેવી રીતે અરજી કરવી ?

  1. નિર્ધારિત ફોર્મ ડાઉનલોડ કરીને ભરી લો.
  2. પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક સર્ટિફિકેટ, અનુભવ પ્રમાણપત્ર, ICSI સભ્યપદનો પુરાવો વગેરે દસ્તાવેજો જોડો.
  3. અરજી ફક્ત RPAD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલો:

Addl. General Manager (HR), Paschim Gujarat Vij Company Ltd., Corporate Office – “PGVCL Seva Sadan”, નાણા માવા મેઇન રોડ, રાજકોટ – 360004

Read more-GSSSB Horticulture Inspector Vacancy 2025 :ડિપ્લોમા કરેલા માટે સરકારી નોકરીની તક, મળશે ₹40,800 પગાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top