PM Kisan yojana: ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચાલી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan Yojana) હેઠળ ટૂંક સમયમાં 21મી કિસ્ત જારી થઈ શકે છે. અત્યાર સુધી દેશમાં કરોડો ખેડૂતોને આ યોજનાની 20 કિસ્તનો લાભ મળી ચૂક્યો છે. હવે ખેડૂતો આતુરતાથી આગામી કિસ્તની રાહ જોઈ રહ્યા છે.
ક્યારે આવી શકે 21મી કિસ્ત ?
પાછલા કેટલાક વર્ષોના આંકડા જોવામાં આવે તો PM-Kisanની કિસ્તો સામાન્ય રીતે ઑગસ્ટથી નવેમ્બર વચ્ચે જારી થતી આવી છે.
- 2024માં 18મી કિસ્ત 5 ઑક્ટોબરે આવી હતી.
- 2023માં 15મી કિસ્ત 15 નવેમ્બરે જારી થઈ હતી.
- 2022માં 12મી કિસ્ત 17 ઑક્ટોબરે આવી હતી.
- 2021માં 9મી કિસ્ત 9 ઑગસ્ટે આવી હતી.
આ ટ્રેન્ડ પરથી અનુમાન થાય છે કે 21મી કિસ્ત ઑક્ટોબર 2025માં આવી શકે છે. સરકાર ખેડૂતોને દશેરા, દિવાળી અને છઠ્ઠ જેવા મોટા તહેવારો પહેલાં આ ભેટ આપી શકે છે.
કયા ખેડૂતોની કિસ્ત અટકી શકે ?
જો ખેડૂતોએ કેટલાક જરૂરી કામ પૂર્ણ ન કર્યા હોય, તો તેમની 21મી કિસ્ત અટકી શકે છે.
- e-KYC જરૂરી છે: જો હજી સુધી e-KYC નથી કરાવી, તો તમારી કિસ્ત અટકી શકે છે. આ કામ તમે નજીકના CSC સેન્ટર અથવા pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકો છો.
- જમીન ચકાસણી (Land Verification): જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે. જો આ પ્રક્રિયા પૂર્ણ ન હોય, તો કિસ્ત ખાતામાં નહીં આવે.
તમારું નામ લિસ્ટમાં કેવી રીતે તપાસશો ?
- pmkisan.gov.in વેબસાઈટ પર જાઓ.
- હોમપેજ પર ‘Beneficiary List’ વિકલ્પ પસંદ કરો.
- રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
- ‘Get Report’ ક્લિક કરો અને તમારી નામ શોધો.
જો પૈસા ના આવે તો શું કરવું ?
જો કિસ્ત તમારી ખાતામાં ન આવે તો નીચેના હેલ્પલાઇન પર સંપર્ક કરી શકો છો:
- Email: pmkisan-ict@gov.in
- ટોલ ફ્રી નંબર: 155261 / 1800115526
- હેલ્પલાઇન નંબર: 011-23381092
આ નંબર અને ઈમેલ 24×7 ખેડૂતોની મદદ માટે ઉપલબ્ધ છે.