ખેડૂતો માટે સારા સમાચાર: PM-Kisan 21મી કિસ્ત દિવાળિ પહેલા આવી શકે

PM kisan Yojana

PM kisan Yojana: ભારત સરકાર ખેડૂતોને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના ચલાવે છે. આ યોજનામાં દર વર્ષે ખેડૂતોને ₹6,000ની મદદ ત્રણ હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તાજેતરમાં જ 20મી કિસ્ત 2 ઓગસ્ટ, 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હતી. હવે સૌની નજર 21મી કિસ્ત પર છે, જે દિવાળિ પહેલા આવી શકે એવી ચર્ચા ચાલી રહી છે.

21મી કિસ્ત ક્યારે આવશે ?

સરકાર તરફથી હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ચર્ચાઓ એવી છે કે 21મી કિસ્ત ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં જમા થઈ શકે છે. જો આવું થાય તો આ કિસ્ત ખેડૂતો માટે દિવાળિ બોનસ સાબિત થશે. ઓગસ્ટમાં જ સરકારએ 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં ₹20,500 કરોડની રકમ જમા કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ₹3.69 લાખ કરોડથી વધુ રકમ સીધી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી છે.

કોણ-કોણને મળશે લાભ ?

હાલમાં PM-Kisan યોજના હેઠળ આશરે 12 કરોડ ખેડૂતોને લાભ મળે છે. પરંતુ સૌને કિસ્ત આપોઆપ મળી જાય એવું નથી. ખેડૂતોને કેટલીક શરતોનું પાલન કરવું ફરજિયાત છે.

21મી કિસ્ત મેળવવા માટે જરૂરી પગલાં

  • તમારું e-KYC પૂર્ણ કરાવેલું હોવું જોઈએ.
  • બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ.
  • જમીનનો રેકોર્ડ સાચો અને અપડેટેડ હોવો જોઈએ.

જો આમાંથી કોઈ એક પણ પ્રક્રિયા અધૂરી હોય તો તમારું પેમેન્ટ અટકી શકે છે. એટલે જ ખેડૂતોને આગોતરું આ તમામ કામો પૂર્ણ કરવા સલાહ આપવામાં આવે છે.

Read more-બેંક ગયા વગર મેળવો ₹50,000 સુધીની લોન – PM Svanidhi Yojana 2025

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top