માત્ર ₹20 માં 2 લાખનું વીમા કવર, જાણો મોદી સરકારની ખાસ યોજના

PM Suraksha Bima Yojana 2025

PM Suraksha Bima Yojana 2025: ભારત સરકાર ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ઘણી યોજનાઓ શરૂ કરતી રહે છે. એવી જ એક યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), જે ખૂબ જ ઓછી કિંમતમાં મોટી સુરક્ષા આપે છે. આ યોજના ગરીબ પરિવારો માટે ભેટ સમાન સાબિત થઈ રહી છે.-PMSBY Premium 20 Rupees

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)

આ યોજના 9 મે, 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિ ફક્ત ₹20 ના વાર્ષિક પ્રીમિયમ પર આ યોજના સાથે જોડાઈ શકે છે. આ વીમા કવરેજ દર વર્ષે 1 જૂન થી 31 મે સુધી માન્ય રહે છે.

કોણ લઈ શકે છે આ યોજના ?

  • અરજદારની ઉંમર 18 થી 70 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.
  • વ્યક્તિ પાસે કોઈપણ બેંકમાં બચત ખાતું હોવું ફરજિયાત છે.
  • પ્રીમિયમની રકમ સીધી બેંક ખાતામાંથી ઓટો-ડેબિટ દ્વારા કપાઈ જશે.

કેટલો મળે છે લાભ ?

  • આકસ્મિક મૃત્યુ કે સંપૂર્ણ કાયમી અપંગતા પર : ₹2 લાખ
  • આંશિક કાયમી અપંગતા પર : ₹1 લાખ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ પરિવારોને સુરક્ષા કવચ પૂરું પાડવાનો છે જેથી કોઈ અકસ્માત કે અણધાર્યા બનાવમાં પરિવાર પર આર્થિક ભાર ન પડે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)

આ સાથે જ, બીજી એક લોકપ્રિય યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY). આ યોજનામાં કોઈપણ કારણોસર થયેલા મૃત્યુ પર કવર આપવામાં આવે છે.

  • વાર્ષિક પ્રીમિયમ : ₹436
  • વીમા કવરેજ : ₹2 લાખ
  • કવરેજ સમયગાળો : 1 જૂન થી 31 મે
  • નોંધણી પછી 30 દિવસ સુધી વેઇટિંગ પીરિયડ લાગુ રહેશે.

કેવી રીતે કરો અરજી ?

  • નજીકની બેંક શાખા
  • ઑનલાઈન બેંકિંગ પોર્ટલ
  • મોબાઇલ એપ્લિકેશન
  • હેલ્પલાઇન નંબર : 1800-110-001

નિષ્કર્ષ

માત્ર ₹20 માં મળતો આ વીમો ખરેખર સામાન્ય માણસ માટે જીવદાયી છે. ખૂબ ઓછા ખર્ચે પરિવારને આર્થિક સુરક્ષા આપતી આ યોજના દરેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારે જરૂરથી લેવી જોઈએ.

Read more – Gujarat Board Prize Scheme 2025: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત – મેળવો ₹51,000 સુધીનું ઇનામ @sje.gujarat.gov.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top