PM Svanidhi Yojana 2025: ભારત સરકાર નાના વેપારીઓ માટે એક અનોખી યોજના ચલાવી રહી છે – પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના (PM Svanidhi Yojana). આ યોજના 2020માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ 2025માં તેની ઓનલાઈન અરજી પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. હવે શેરી વેપારીઓને બેંકના ચક્કર મારવાની જરૂર નથી, સીધી લોનની રકમ તેમના બેંક ખાતામાં જમા થશે.
યોજનાનો ઉદ્દેશ્ય
આ યોજના ખાસ કરીને રસ્તા પર નાના ધંધા કરનારા ફૂટપાથ વેન્ડર્સ અને શેરી વેપારીઓ માટે છે. લોકડાઉન અને આર્થિક મંદીથી પ્રભાવિત થયેલા વેપારીઓને નાણાકીય મદદ આપી આત્મનિર્ભર બનાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. સરકાર દ્વારા આપવામાં આવતી આ લોન તેમના વ્યવસાયને ફરીથી શરૂ કરવા માટે સહાયરૂપ બની રહી છે.
કોણ લઈ શકે છે લાભ ?
- અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- અરજદાર શહેરમાં રહેતો અને શેરી વેપાર સાથે સંકળાયેલો હોવો જોઈએ.
- મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વ્યવસાય માટેનું પ્રમાણપત્ર ફરજિયાત છે.
- અરજદાર પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક પાસબુક
- સક્રિય મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
અરજી કરવાની રીત
1. સત્તાવાર વેબસાઇટ pmsvanidhi.mohua.gov.in ખોલો.
2. “અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરો.
3. નવા અરજદારો “નોંધણી” પર ક્લિક કરીને નામ, મોબાઇલ નંબર, ઈમેલ વિગેરે ભરે.
4. લોગિન આઈડી અને પાસવર્ડ મળ્યા પછી ફોર્મ પૂરું કરો.
5. બધી માહિતી તપાસીને “સબમિટ” કરો.
6. સફળ અરજી બાદ રસીદ મળશે જેને સાચવી રાખવી જરૂરી છે.
2025ના નવા અપડેટ્સ
આ યોજનામાં અત્યાર સુધી 50 લાખથી વધુ વેપારીઓને લોન મળી ચુકી છે, જેમાં મહિલાઓનો પણ મોટો હિસ્સો છે. સરકાર હવે વેપારીઓને ડિજિટલ પેમેન્ટ, કેશબેક સ્કીમ અને ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપી રહી છે.
Read more – NCERT મોટી જાહેરાત: ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને મળશે ફ્રી ઓનલાઇન ભણતર, મળશે સર્ટિફિકેટ પણ