પ્રસાર ભારતી ભરતી 2025 : મીડિયા કર્મચારીઓ માટે 106 નવી જગ્યાઓ, પગાર ₹40,000 સુધી

પ્રસાર ભારતી ભરતી 2025 : મીડિયા કર્મચારીઓ માટે 106 નવી જગ્યાઓ, પગાર ₹40,000 સુધી!

prasar bharati recruitment 2025: જો તમે મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. ભારતનો જાહેર સેવા પ્રસારણકર્તા પ્રસાર ભારતી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 106 જગ્યાઓ માટે લાયક ઉમેદવારોથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

પ્રસાર ભારતી ભરતી 2025

વિગતમાહિતી
સંસ્થાપ્રસાર ભારતી
જગ્યા106
નોકરીનો પ્રકાર2 વર્ષ કરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત પ્રકાશિત થયા બાદ 15 દિવસની અંદર
વેબસાઇટprasarbharati.gov.in

કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ?

આ ભરતીમાં સહાયક AV સંપાદક, કોપી સંપાદક, ગેસ્ટ કો-ઓર્ડિનેટર, ન્યૂઝ રીડર, ન્યૂઝ રીડર કમ ટ્રાન્સલેટર, રિપોર્ટર સહિત અનેક પોસ્ટ માટે ખાલી જગ્યા જાહેર થઈ છે. તેમાં મુખ્ય જગ્યાઓ આ રીતે છે:

  • સહાયક AV સંપાદક – 15
  • કોપી સંપાદક – 18
  • ન્યૂઝ રીડર (અંગ્રેજી) – 11
  • ન્યૂઝ રીડર કમ ટ્રાન્સલેટર (હિન્દી) – 14
  • રિપોર્ટર (અંગ્રેજી) – 8
  • રિપોર્ટર (બિઝનેસ/કાનૂની/રમતગમત) – 7
    કુલ જગ્યાઓ – 106

લાયકાત અને અનુભવ

ઉમેદવારોએ કોઈપણ વિષયમાં સ્નાતક, સાથે પત્રકારત્વ અથવા સાઉન્ડ/વિડીયો એડિટિંગમાં ડિગ્રી/ડિપ્લોમા હોવો જરૂરી છે. આ ઉપરાંત, પ્રિન્ટ, ટીવી, રેડિયો અથવા ડિજિટલ પ્લેટફોર્મ પર ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા અને પગાર

  • ઉંમર મર્યાદા : 35 વર્ષથી ઓછી
  • પગાર : પોસ્ટ મુજબ દર મહિને ₹30,000 થી ₹40,000 સુધી

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી માટે ટેસ્ટ અથવા ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

અરજી પ્રક્રિયા

  1. સત્તાવાર વેબસાઇટ prasarbharati.gov.in પર જાઓ.
  2. સંબંધિત ભરતી લિંક ખોલી ઓનલાઈન અરજી કરો.
  3. જરૂરી વિગતો ભરી ફોટો અને સહી અપલોડ કરો.
  4. અંતે અરજી સબમિટ કરી તેનો પ્રિન્ટ આઉટ લો.

Read more-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top