Punjab and Sind Bank LBO Recruitment 2025: પંજાબ એન્ડ સિંધ બેંકે લોકલ બેંક ઓફિસર (LBO) – જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I (JMGS-I) માટે મોટી ભરતી જાહેરાત કરી છે. આ ભરતી અંતર્ગત દેશના 13 રાજ્ય અને પુડુચેરીમાં કુલ 750 જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. બેંકિંગ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા અને સ્થાનિક ભાષા જાણતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
રાજ્યવાર ખાલી જગ્યાઓ
આ ભરતીમાં ઉમેદવાર માત્ર એક જ રાજ્ય માટે અરજી કરી શકે છે. સાથે સ્થાનિક ભાષા વાંચવી, લખવી અને બોલવી આવડવી જરૂરી છે.
- ગુજરાત – 100
- મહારાષ્ટ્ર – 100
- ઓડિશા – 85
- તમિલનાડુ – 85
- આંધ્ર પ્રદેશ – 80
- પંજાબ – 60
- કર્ણાટક – 65
- તેલંગાણા – 50
- છત્તીસગઢ – 40
- ઝારખંડ – 35
- હિમાચલ પ્રદેશ – 30
- આસામ – 15
- પુડુચેરી – 05
(અન્ય તમામ કેટેગરી માટે અનામત અનુરુપ લાગુ પડશે.)
લાયકાત અને અનુભવ
- શૈક્ષણિક લાયકાત : કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation).
- વય મર્યાદા : 20 થી 30 વર્ષ (અનામત કેટેગરી માટે છૂટછાટ).
- અનુભવ : ઓછામાં ઓછા 18 મહિનાનો અનુભવ પબ્લિક સેક્ટર બેંક અથવા RRBમાં અધિકારી તરીકે હોવો જરૂરી.
- ભાષા : રાજ્યની સ્થાનિક ભાષા આવડવી ફરજિયાત.
પસંદગી પ્રક્રિયા
- ઓનલાઇન લેખિત પરીક્ષા (120 ગુણ, 120 મિનિટ)
- ઇન્ટરવ્યુ અને સ્ક્રીનિંગ
- ભાષા કુશળતા ચકાસણી (જો 10મા/12મા ધોરણમાં ભાષા ભણેલી હોય તો મુક્તિ)
- મેડિકલ અને દસ્તાવેજ ચકાસણી
અંતિમ મેરિટ યાદી લખિત પરીક્ષા 70% + ઇન્ટરવ્યુ 30% આધારિત રહેશે.
પગાર, ફી અને તારીખો
- પગારધોરણ : ₹48,480 – ₹85,920 + ભથ્થાં
- અરજી ફી : SC/ST/PwBD – ₹100, અન્ય – ₹850
- ઓનલાઇન અરજી શરૂઆત : 20 ઓગસ્ટ 2025
- છેલ્લી તારીખ : 04 સપ્ટેમ્બર 2025
- પરીક્ષા (અનુમાનિત) : ઓક્ટોબર 2025
અરજી ફક્ત ઓફિશિયલ વેબસાઈટ પરથી કરવી : punjabandsindbank.co.in
Read more – કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: CGHSમાં મોટા ફેરફાર, કર્મચારીઓ માટે આવશે નવો હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન